અરવલ્લી વન ડે વન ડિસ્ટ્રીક્ટ : બીજા દિવસે સીઆર પાટીલે વિવિધ બેઠકો યોજી
વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અરવલ્લીના બે દિવસના પ્રવાસ પર છે. પહેલા દિવસે એટલે કે 15 જૂનના રોજ સીઆર પાટીલે મોડાસા ખાતે ભવ્ય રોડ શો યોજ્યો હતો.
વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અરવલ્લીના બે દિવસના પ્રવાસ પર છે. પહેલા દિવસે એટલે કે 15 જૂનના રોજ સીઆર પાટીલે મોડાસા ખાતે ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં 25 હજારથી વધુ નાગરિકો જોડાયા હતા.

સીઆર પાટીલે અરવલ્લી જિલ્લાના ભાજપા કાર્યાલય ખાતે યોજી બેઠક
જે બાદ 16 જૂનના રોજ સીઆર પાટીલે અરવલ્લી જિલ્લાના ભાજપા કાર્યાલય કમલમ ખાતે સાંસદો, ધારાસભ્યો, જિલ્લા પંચાયત, તાલુકાપંચાયત, નગર પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા ભાજપા પ્રભારીઓ, મંડળના પ્રમુખ-મહામંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાંતેમણે સૌને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં મહામંત્રીઓ રજની પટેલ, વિનોદ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ, સાંસદ દિપસિંહ રાઠોડ, અરવલ્લી જિલ્લા પ્રમુખ રાજેન્દ્રપટેલ, જિલ્લા પ્રભારી જયશ્રી દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સીઆર પાટીલે મોડાસા ખાતે 40 મીટર ઉંચા ફ્લેગ માસ્ટનું લોકાર્પણ કર્યું
ભાજપના આગેવાનો સાથે બેઠક કર્યા બાદ સીઆર પાટીલે મોડાસા ખાતે 40 મીટર ઉંચા ફ્લેગ માસ્ટનું લોકાર્પણ કર્યું હતું. આ સાથેસાધુ-સંતો, કલાકારો અને સાહિત્યકારો સાથે સંવાદ કર્યો હતો. જે બાદ સીઆર પાટીલ સાહેબે મોડાસા ખાતે સહકારી આગેવાનો, ખેડૂતઆગેવાનો, સમાજના આગેવાનો અને યુનિયનના આગેવાનો સાથે બેઠક યોજી હતી.

કામદાર વર્ગ સાથે સીઆર પાટીલે સંવાદ કર્યો
વન ડે વન ડિસ્ટ્રીક્ટ અંતર્ગત અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે દિવ્યાંગ, વિધવા બહેનો, લાભાર્થીઓ, શ્રમિકો અને કામદાર વર્ગ સાથેસીઆર પાટીલે સંવાદ કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
