સીઆર પાટીલે શ્રાવણના છેલ્લા દિવસે બીલીપત્ર અર્પણોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી!
નરેશ રાવલ દ્વારા આયોજીત શ્રાવણ માસના છેલ્લા દિવસે શિવ ગોરખગાવ નીલકંઠેશ્વર મહાદેવજીને બીલીપત્ર અર્પણોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બીજેપી અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિતિ રહ્યા હતા.
ગાંધીનગર : નરેશ રાવલ દ્વારા આયોજીત શ્રાવણ માસના છેલ્લા દિવસે શિવ ગોરખગાવ નીલકંઠેશ્વર મહાદેવજીને બીલીપત્ર અર્પણોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બીજેપી અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિતિ રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહેસાણા જીલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ માનસિંહ ઠાકોર ભગવો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.

સી.આર.પાટીલે જણાવ્યુ કે, નરેશભાઇ રાવલે એમના વિસ્તારમાં સેવા કરી છે તે આંખે ઉડીને દેખાય છે, એવું નથી કે કોંગ્રેસમાં કોઈ સેવા નથી કરતું પરંતુ ત્યાં ગૂંગળામણ થાય અને લાગે કે સેવા બંધ થઈ ગઈ છે ત્યારે જેમને ખરેખર પ્રજાની સેવા કરવાની ઈચ્છા હોય એજ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. ભણેલા ગણેલા અને વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા લોકોએ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય કર્યો ત્યારે છાતી પર પત્થર મૂકીને કર્યો હશે કારણ કે, જ્યારે ટાઈટેનિક ડૂબવાની છે અને તે પણ તેના જ નેતાઓના કારણે ડૂબવાની છે આવું નિશ્ચિત થાય ત્યારે હોશિયાર માણસ પોતાની જગ્યા શોધી લેતો હોય છે અને એટલા જ માટે તે બિનશરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે તૈયાર થયા છે તેમની સાથે રાજુ પરમાર તેમજ માનસિંહ ઠાકોર તેમની ટિમ સાથે પ્રજાની સેવા કરવા માટે જોડાયા છે તે સૌનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
સી.આર.પાટીલે વધુમાં જણાવ્યુ કે, આ એક એવું પહેલું ગામ જેમાં માત્ર 14 હજારની વસ્તી છે અને 3 બસ સ્ટેન્ડ છે. લોકો એક બસ સ્ટેન્ડ માટે લડતા લડતા મરી જાય છે પરંતુ અહિયાના પ્રતિનિધિઓએ એકના બદલે ત્રણ બસ સ્ટેન્ડની ભેટ ગામને આપી છે. પેજ સમિતિનો પ્રત્યેક કાર્યકર્તા તેની જવાબદારી નિષ્ઠા પૂર્વક નિભાવે છે. ભાજપનું અભિયાન 01 બૂથ 10 યૂથ હતું અને તેના કારણે ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધ્યો છે. 75 લાખ પેજ કમિટીના સભ્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સંપર્ક કરીને બનાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હરહંમેશ પ્રજાની સાથે અને પ્રજાની વચ્ચે રહી મદદરૂપ બને છે. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલ સહિત પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
