Cough syrup death : ઝેરી કફ સિરપનો છેડો ગુજરાત સુધી લંબાયો,રાજસ્થાન-મધ્યપ્રદેશમાં ૧૪ બાળકોનાં મોત
Cough syrup death : મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપ પીવાથી કુલ ૧૪ માસૂમ બાળકોના મોત થયાની ગંભીર ઘટના બાદ તપાસના તાર હવે ગુજરાત સુધી પહોંચ્યા છે.
છેલ્લા એક મહિનામાં મધ્યપ્રદેશના છિંદવાડામાં ૧૧ અને રાજસ્થાનમાં ૩ બાળકોનો ભોગ લેનાર આ જીવલેણ સિરપના કનેક્શનને પગલે ગુજરાતની બે ફાર્મા કંપનીઓ રડારમાં આવી છે.

બાવળા સ્થિત રેડનેક્સ ફાર્મા (Rednex Pharma) અને સુરેન્દ્રનગરની શેપ ફાર્મા (Shape Pharma) શંકાના દાયરામાં આવી છે. તપાસમાં ખુલાસો થયો છે કે આ સિરપમાં નિર્ધારિત માત્રા કરતાં વધુ ડ્રગ્સ (કેમિકલ) હતું અને તેનું ઉત્પાદન ગુજરાતમાં થયું હતું.
ચોંકાવનારી બાબત એ છે કે સિરપ માટેનો કાચો માલ એટલે કે ઝેરી કેમિકલ સુરેન્દ્રનગરની શેપ ફાર્મા કંપનીમાંથી ગયો હતો.
આ કફ સિરપના નમૂનાઓમાં અત્યંત જોખમી કેમિકલ ડાયએથિલીન ગ્લાયકૉલ (Diethylene Glycol) ની વધુ પડતી માત્રા મળી આવી છે. આ ઝેરી કેમિકલનું ઉત્પાદન ગુજરાતની કંપનીઓમાં થાય છે.
બાળકોના મૃત્યુની ઘટનાની ગંભીરતા જોતાં મધ્યપ્રદેશ, તમિલનાડુ અને રાજસ્થાન સહિતના રાજ્યોએ આ બંને શંકાસ્પદ સિરપના ઉત્પાદન અને વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે.
કેન્દ્ર અને રાજ્યના ફૂડ-ડ્રગ્સ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવેલા નોન-ક્વોલિટી સ્ટાન્ડર્ડ દવાના લિસ્ટના આધારે, ફૂડ-ડ્રગ્સ વિભાગે અમદાવાદના બગોદરા નજીક આવેલી એક દવા કંપનીમાં રેડ પાડી હતી.
આ રેડ દરમિયાન નોન-ક્વોલિટી સ્ટાન્ડર્ડ (Non-Quality Standard) દવાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને ફૂડ-ડ્રગ્સ વિભાગે જપ્ત કર્યો છે. તંત્ર દ્વારા કંપનીનું પ્રોડક્શન તાત્કાલિક બંધ કરાવી દેવામાં આવ્યું છે અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે નોટિસ પણ આપવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
