કોરોના: આજે ગુજરાતમાં તુટ્યો રેકોર્ડ, એક દિવસમાં નોંધાયા 875 મામલા, 441 દર્દીઓ થયા ઠીક
ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વાર
ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 875 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 40,155 પર પહોંચ્યો છે. તો કોરોનાથી રાજ્યનો મૃત્યુઆંક 2024 પર પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 441 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 28,183 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 14 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2024 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
મહત્વનું છે કે, અનલૉક બાદ ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાયરસના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે અનલૉક બાદ આજે ગુજરાતના સૌથી વધુ કેસ 875 કેસ નોંધાતા ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે, શનિવારે રાજ્યમાં 712 કેસ નોંધાયા હતા તો રવિવારે 725 કેસ, સોમવારે 735 કેસ, મંગળવારે 778 કેસ, બુધવારે 783 કેસ અને ગુરૂવારે પ્રથમ વખતા 861 કેસ નોંધાયા હતા ત્યારે આજે પ્રથમ વખત 875 કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ બાદ છેલ્લા 1 અઠવાડિયાથી ડાયમંડ નગરી સુરતની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં ઉછોળો નોંધાઇ રહ્યો છે ત્યારે હાલ અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસ 3673 છે તો સુરતમાં 2490 છે. આમ બંન્ને શહેરોના એક્ટિવ કેસ વચ્ચે વધારે અંતર જોવા મળી રહ્યું નથી. તો સમગ્ર રાજ્યમાં હવે માત્ર 9948 જ એક્ટિવ કેસ રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
