અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં નિર્માણાધીન સાઇટ પર અકસ્માત, 2 ના મોત
અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલી એક નિર્માણધીન સાઈટ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે.
આંબાવાડીમાં કલ્યાણ જ્વેલર્સની પાછળના ભાગે ચાલી રહેલા કન્સ્ટ્રક્શનના કામ દરમિયાન સેન્ટિંગ પાટ પરથી અચાનક ત્રણ મજૂરો નીચે પટકાયા હતા.

આ ભયાનક દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ થવાને કારણે બે શ્રમિકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જેના કારણે શ્રમજીવી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અન્ય એક મજૂરને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
નવાઈની વાત એ છે કે આટલી મોટી ઘટના બની હોવા છતાં કન્સ્ટ્રક્શન સાઈટના સંચાલકો દ્વારા ફાયર બ્રિગેડ કે પોલીસને સમયસર જાણ કરવામાં આવી નહોતી.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષાના સાધનોના અભાવે આ અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
