કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીમાં નવા ચહેરાઓને તક આપશે!
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે રાજકીય પક્ષોમાં ધમચકડીનો દોર શરૂ થઇ ગયો છે. ભાજપ નો રિપિટ થિયરી અપનાવી નવતર પ્રયોગ કરે તેવી પ્રબળ સંભાવના છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે રાજકીય પક્ષોમાં ધમચકડીનો દોર શરૂ થઇ ગયો છે. ભાજપ નો રિપિટ થિયરી અપનાવી નવતર પ્રયોગ કરે તેવી પ્રબળ સંભાવના છે. પરંતું, કોંગ્રેસમાં તો જે બે ગૃપનો સ્થાપિત કબજો છે, તે ગૃપ વચ્ચે નિશ્ચિત ઉમેદવારોને જ ટિકિટ મળવાની શક્યતા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ મોટા ઉપાડે કહેતા રહે છે, કે યુવાનો અને મહિલાઓને તથા નવા ચહેરાઓને તક આપવામાં આવશે. પરંતું, જૂના જોગીઓનો પાર્ટી પર કબજો છે. ત્યારે, નવા ચહેરાને કેવી રીતે તક આપી શકશે.

કોંગ્રેસમાં જીતેલા મહત્તમ ધારાસભ્યોની ટિકિટ ફાઇનલ માનવામાં આવી રહી છે. આ ધારાસભ્યોના પોતાના જૂથો છે, જે અન્ય કોઇ નવા ચહેરાને ઉભો થવા દીધો ન હોવાના કારણે ત્યાં નવા ચહેરાને ટિકિટનો કોઇ અવકાશ નથી. ત્યારે, કોંગ્રેસના સંગઠનમાં પણ શિથિલતા હોવાના કારણે સંગઠન પણ આ ધારાસભ્યો કે પ્રદેશના જૂના જોગીઓના ઇસારે કામ કરતું હોવાના કારણે નવા ચહેરાને ઉભા થવા દેતા નથી.
કોંગ્રેસમાં કેટલાય જૂના ચહેરા બે ત્રણ ટર્મ સળંગ હારવા છતાં હજુ ટિકિટની દાવેદારી છોડવા તૈયાર નથી. કેટલાય ચહેરાઓ પરિવારમાં ટિકિટ લેવા માટે લોબિંગ કરી રહ્યા છે. ત્યારે, આ નવા ચહેરા કોંગ્રેસ નેતાઓના પરિવારમાંથી લાવશે કે એજ જૂના જોગીઓના પરિવારમાંથી તે જોવાનું રહેશે.












Click it and Unblock the Notifications
