ગુજરાતમાં ભાજપની સરખામણીએ કોંગ્રેસની આવક બમણી

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સએ રાજકીય પક્ષોના આઇટી રિટર્ન, આરટીઆઇ અને અન્ય દસ્તાવેજોને આધારે સંશોધન કરી પાર્ટીઓના આવક અને ખર્ચનો અહેવાલ તૈયાર કર્યો છે. આ અહેવાલ વર્ષ 2007-08થી વર્ષ 2010-11 એટલે કે કુલ ચાર વર્ષની આવક દર્શાવે છે.
આ ચાર વર્ષ દરમિયાન ગુજરાત કોંગ્રેસની કુલ આવક 1492.35 કરોડ રૂપિયા છે. જ્યારે ભાજપની આવક 769.81 કરોડ રૂપિયા છે. એટલે કે કોંગ્રેસની આવક ભાજપની સરખામણીએ બમણી છે. પક્ષોની આ આવક મુખ્યત્વે કૂપનના વેચાણ, દાન, વ્યાજ, સ્વૈચ્છિક દાન અને આજીવન સહયોગ નિધિ જેવા સ્રોત દ્વારા મેળવી છે.
આ પાર્ટીઓની આવક જ્યાં ખર્ચાય છે તેવા મુખ્ય ખર્ચાઓમાં ચૂંટણી પાછળ, અન્યોને મદદ કરવામાં, જાહેરાત પાછળ, મુસાફરીમાં અને ચર્ચા બેછકોમાં થાય છે. અહેવાલ અનુસાર કોંગ્રેસે સૌથી વધારે રૂપિયા 716.03 કરોડ રૂપિયાનો ખર્ચ ચૂંટણી પાછળ, જ્યારે ભાજપે સૌથી વધારે રૂપિયા 271.00 કરોડનો ખર્ચ જાહેરાત અને પ્રચાર પાછળ કર્યો છે.
ભારતના ચૂંટણી પંચે 3 ઑક્ટોબરે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ની જાહેર કરતા જ આચારસંહિતા લાગુ પડી ગઇ છે. ચૂંટણીઓમાં વોટની ખરીદ-વેચ થતી અટકાવવા માટે પંચે ઉમેદવારના ચૂંટણી પ્રચાર ખર્ચ પર મર્યાદા મૂકી છે. આ ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા ખર્ચ પર સતત નજર રાખી રહી છે. આવા સમયે પાર્ટીઓની આવક કેટલી છે અને તેનો ખર્ચ ક્યાં થાય છે તે જાણવું રસપ્રદ બની રહેશે.
| પાર્ટી | વર્ષવાર કુલ રકમ (કરોડ રૂપિયામાં) | કુલ આવક | |||
| 2007-08 | 2008-09 | 2009-10 | 2010-11 | ||
| કોંગ્રેસ | 220.81 | 496.88 | 467.57 | 307.08 | 1492.35 |
| ભાજપ | 123.78 | 220.02 | 258.00 | 168.00 | 769.81 |
| પાર્ટી | ખર્ચના મુખ્ય કારણો | કુલ રકમ (રૂપિયા કરોડમાં) |
| ચૂંટણી | 716.03 | |
| કોંગ્રેસ | અન્યોને મદદ | 131.18 |
| પ્રચાર | 87.42 | |
| જાહેરાત અને પ્રચાર | 271.00 | |
| ભાજપ | મુસાફરી | 141.15 |
| ચર્ચા બેઠકો | 77.97 |
| પાર્ટી | ત્રણ મુખ્ય આવક સ્રોત | કુલ રકમ (કરોડ રૂપિયામાં) |
| કુપનનું વેચાણ | 1171.61 | |
| કોંગ્રેસ | દાન | 183.82 |
| વ્યાજની રકમ | 82.15 | |
| સ્વૈચ્છિક સહયોગ | 644.77 | |
| ભાજપ | વ્યાજ |
53.41 |
| આજીવન સહયોગ નિધિ |
50.34 |
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
