ગુજરાત બજેટ 2025 રજૂ થાય તે પહેલા કોંગ્રેસનો વિરોધ, જાણો મહત્વના નિવેદનો
Gujarat Budget 2025: ગુજરાત વિધાનસભામાં સતત બીજા દિવસે કોંગ્રેસના નેતાઓ વિરોધ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહ બહાર પ્રદર્શન કર્યું છે.
કોંગ્રેસ દ્વારા હીરા ઉદ્યોગ માટે વિશેષ પેકેજ જાહેર કરવાની માગ કરવામાં આવી છે. આ સાથે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની માગણી તથા કોન્ટ્રાક્ટ આઉટ સોર્સ પ્રથા નાબૂદ કરવા પણ માગ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ નેતાના ધારાસભ્ય અનંત પટેલનું નિવેદન - કોંગ્રેસ નેતા અને વાંસદા ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું છે કે, કેન્દ્રીય બજેટમાંથી આદિવાસીઓને કોઈ લાભ આપવામાં આવ્યો નથી, તેથી ગુજરાતના બજેટમાં આદિવાસીને લાભ મળે તેવી આશા રાખવામાં આવી રહી છે.
અનંત પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને બજેટમાં યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી આશા સાથે કનુભાઈ દેસાઈ કઈ રીતનું બજેટ લઈને આવે છે તે હવે જોવાનું રહ્યું છે.

કોંગ્રેસ નેતા ડૉ. કિરીટ પટેલનું નિવેદન - કોંગ્રેસ નેતા પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે બજેટ રજૂ થાય એ પહેલા જણાવ્યું છે કે, અમે આશા રાખીએ કે માત્ર આભાશી બજેટ નહીં હોય, આ બજેટથી લોકોની વૃદ્ધિ થાય તેવું હશે. ખેડૂતોને લાભ મળે એ રીતનું બજેટ હોવું જોઈએ.
કોંગ્રેસ નેતા ડૉ. કિરીટ પટેલ જણાવ્યું હતું કે, સરકારી કર્મચારીઓમાં આઉસોર્સિંગ અને કરાર આધારિત રાહત થાય તેમજ સરકારી કર્મચારીઓ માટે સારી જાહેરાત થાય તેવી આશા આ બજેટમાં રાખવામાં આવી રહી છે.
પાટણના ધારાસભ્યે જણાવ્યું કે, અધ્યાપક, વિદ્યા સહાયકની ખાલી જગ્યા ભરાય એવી જોગવાઈ પણ બજેટમાં હોવી જોઈએ. આ ઉપરાંત ગરીબો માટે જોગવાઇ થાય એવી આશા રાખવામાં આવી રહી. ગુજરાતના વેપારીઓ, સામાન્ય લોકોને ફાયદો થાય એવું બજેટ હોવું જોઈએ.
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતનું વધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવશે. ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ પર બજેટ ખરું ઉતરશે. દરેક ક્ષેત્રને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં દરેકની આશાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે.
વિદેશમાં ગુજરાતીઓ પર થયેલ અન્યાય, અત્યાચાર અને અપમાન મુદ્દે સંપૂર્ણ મૌન ધારણ કરેલ ડબલ એન્જિન સરકાર વિરુદ્ધ વિધાનસભા પરિસર ખાતે વિરોધ પક્ષના નેતા શ્રી @AmitChavdaINC જી ની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો એ વિરોધ પ્રદર્શન કર્યું. pic.twitter.com/e2FcbWMtlz
— Gujarat Congress (@INCGujarat) February 19, 2025
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
