સોનિયા ગાંધીને ED ના સમન્સના વિરોધમાં કોંગ્રેસના ધરણાં અને વિરોધ પ્રદર્શન
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર કેન્દ્ર સરકાર દ્વારા ઇડી મારફતે હેરાન કરી તેમની પુછપરછ કરવાના વિરોધમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણાં કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર કેન્દ્ર સરકાર દ્વારા ઇડી મારફતે હેરાન કરી તેમની પુછપરછ કરવાના વિરોધમાં અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધરણાં કરવામાં આવ્યા હતા. આ ધરણાંમાં મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનો જોડાયા હતા.

અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ ધરણાં કાર્યક્રમમાં સરકારની તાનાશાહી વલણ અને પોલીસ તંત્ર અને કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ બાબતે ભાજપ પર આકરા પ્રહારો કરાયા હતા. ભાજપની કિન્નાખોરીની રાજનીતિથી લોકતંત્ર માટે ખતરો ઉભો થયો છે.
નેશનલ હેરાલ્ડના નામે મોદી સરકાર કોંગ્રેસ નેતૃત્વ પર ખોટા કેસ કરવાની મોટી ભુલ કરી છે. નેશનલ હેરાલ્ડ સ્વાતંત્ર સેનાનીઓનું અવાજ બન્યું હતું. નેશનલ હેરાલ્ડએ સ્વાતંત્ર સંગ્રામની ઓળખ પણ છે અને અવાજ પણ છે. જે આજે પણ દિલ્હીના શાસન પર બિરાજમાન સત્તાધિશો સામે મક્કમતાથી અવાજ ઉઠાવી રહ્યું છે. કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ આઝાદીની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવતા નેશનલ હેરાલ્ડની નાણાંકીય કટોકટીના સમયે મહેનતુ પત્રકારોના પગાર, અખબાર ચલાવવા અને અન્ય કામગીરી માટે આર્થિક મદદ કરી હતી. ત્યારે દેશ પુછે છે કે, અંગ્રેજો સામે હિંદુસ્તાનીઓનો અવાજ બુલંદ કરનાર અખબારની સંસ્થાને નાણાંકીય મદદ કરવી શું ગુન્હો છે? કોંગ્રેસ પક્ષ એ ગાંધી-સરદારની ઉત્તરાધિકારી છે. જે વિભાજનકારી એજન્ડા ધરાવતી ભાજપની બદલાની રાજનીતિ થી કદાપી ડરશે નહીં.
ઈડીના સમન્સના વિરોધમાં અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત ધરણામાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ, ચૂંટણી પ્રભારી શોભા ઓઝા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહી ભાજપ-મોદી સરકારની કિન્નાખોરીની નીતિ સામે સુત્રોચ્ચાર કર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
