"કોંગ્રેસનું એક જ કામ છે : મોદી માટે નવી ગાળો શોધવી"
ગાંધીનગર, 5 ડિસેમ્બર : આજે મધ્યગુજરાત અને કચ્છ - કાઠિયાવાડના વિદ્યુતવેગી ચૂંટણી પ્રવાસમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત વિરોધી કોંગ્રેસને આ ચૂંટણીમાં આકરી સજા કરવા જનતાને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના વિકાસ સામેનો વિરોધનો બસ એક જ મુદ્દો છે કે આ નરેન્દ્ર મોદીને ગુજરાતમાં વિકાસ કરતા રોકો!

નરેન્દ્ર મોદીએ આજે એક જ દિવસમાં મધ્ય ગુજરાત અને કચ્છ - કાઠિયાવાડનો વિદ્યુતવેગી ચૂંટણી પ્રવાસ કરી સાત જંગી સભાઓ સંબોધવા અભિયાન ઉપાડયું હતું. જેમાં ડાકોર, કાલોલ, સાયલા, ભચાઉ, વાંકાનેર, ભૂજ અને રાજકોટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ ડાકોરના રણછોડરાયજીના દર્શન કરીને ડાકોર અને કાલોલમાં મધ્ય ગુજરાતના છ વિધાનસભા મતક્ષેત્રોની બે સંયુકત જનસભાઓને સંબોધતા જણાવ્યું કે ગુજરાતનું ભાવિ સોંપવાનો કોના ઉપર ભરોસો મૂકવો છે તે નક્કી કરીને ભાજપાના કમળ ઉપર બટન દબાવીને અગાઉના બધા જ વિક્રમો તોડીને ભાજપાનો વિજય વાવટો ફરકાવજો. તમે ભાજપાના કામને અને વિકાસને 12 વર્ષથી ઓળખ્યો છે. આખે આખું ગુજરાત મને બરાબર પારખે છે અને મને તમારા આશીર્વાદથી સેવા કરવાની તક આપી છે ત્યારે કમળના નિશાન ઉપર મત આપશો તો તે મત મારા ખાતા ઉપર જમા થવાનો છે.
કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે "કોંગ્રેસનો એક જ કાર્યક્રમ છે, મોદીને માટે રોજ ઉઠીને ડિક્શનરીમાંથી નવી ગાળો શોધીને આપવી. રોજ ઉઠીને કાદવકિચડ ઉછાળવો એ સિવાય ગુજરાત વિશે તેમની પાસે કોઇ કાર્યક્રમ જ નથી."
ગુજરાતને બેહાલ કરવાના કોંગ્રેસના જૂઠ્ઠાણા બધા પકડાઇ જ જવાના છે અને જનતાના હાથે ભૂંડા હાલ થવાના જ છે એમ જણાવી મોદીએ સોનિયા ગાંધીએ ગઇ ચૂંટણીમાં છોટાઉદેપુરમાં જંગી આદિવાસી રેલીથી ચૂંટણી પ્રચાર શરૂ કરેલો પણ બૂરા હાલે કોંગ્રેસ હારેલી તેથી આ વખતે સોનિયા ગાંધીએ પ્રચારની દિશા બદલી અને રાજકોટમાં જંગી રેલી કરીપણ કોંગ્રેસ જનતાને ગમે એટલી છેતરવા માંગે, ગુજરાતની જનતા એને છોડવાની નથી.
ગુજરાતમાં કેન્દ્ર સરકારે ઘેર ઘેર, ગામોગામ ગેસની પાઇપલાઇનો નાંખવાનો કાર્યક્રમ રોકી લીધો છે. કોઇ હિસાબે મોદીને વિકાસના કામો કરતા રોકો એ જ કોંગ્રેસના પેંતરા રહયા છે. જો મોદી વિકાસ કરશે તો ગુજરાતની જનતાના આશીર્વાદ મળતા રહેશે અને કોંગ્રેસ કયારેય ગુજરાતમાં રાજ કરી નહી શકે. ગુજરાતને અન્યાય કરનારી ગુજરાત વિરોધી કેન્દ્ર સરકાર સામે ગુજરાત ઝૂકવાનું નથી.
મોદીએ ખેડૂતોની અને ખેતીની આવક વધારવા માટે રાજ્ય સરકારે જે પ્રોત્સાહનો આપ્યા છે તેની ભૂમિકા આપી મધ્ય ગુજરાતની જંગી સભામાં જણાવ્યું કે કેન્દ્રની કોંગ્રેસ સરકારે વિદેશી કંપનીઓને રિટેઇલ છૂટક વેપારમાં લાવવાનો એવો કારસો કર્યો છે કે લાખો લાખો છૂટક વેપારી, તેના ગૂમાસ્તા બેકાર થઇ જવાના છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને ખાતરના ભાવોમાં મોંધવારીનો કમ્મરતોડ માર પડતો રહયો છે. યુરિયા ખાતર અને ઝ઼ભ્ખ્, ફ્ભ્ધ્ ખાતરોમાં પાંચ ગણો ભાવ વધારો છેલ્લા એક જ વર્ષમાં કર્યો છે.
ડી.પી.એ. ખાતર સાડા ચારસો રૂા. થેલીમાંથી સાડા સાતસો રૂપિયે મળે છે. એનપીકે ખાતર રૂપિયા ૧ર૦૦ આપતા પણ નથી મળતું યુરિયા ખાતરમાં પ૦ રૂપિયા થેલીએ વધારી દીધા અને એક કિલો ખાતરનું પણ ઉત્પાદન કોંગ્રેસના દિલ્હીના રાજમાં વધાર્યું નથી. ખેતીને બરબાદ કરનારી કોંગ્રેસને કિસાનો કયારેય સાથ નહી આપે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. તેમણે ડાકોરમાં ઉમરેઠ, ઠાસરા અને બાલાસિનોર તથા કાલોલમાં કાલોલ, હાલોલ અને ગોધરા બેઠકોના ભાજપાના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવા આહ્વાન કર્યું હતું.
ગુજરાતમાં 13 ડિસેમ્બર અને 17 ડિસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોના પ્રચારાર્થે ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલરાજ મિશ્રા 6 ડિસેમ્બરના રોજ પોલીસ કોલોની ચાર રસ્તા, પાંડેસરા ખાતે 3.30 કલાકે જાહેરસભાને સંબોધશે, 5.30 કલાકે સાંઈબાબાનગર, અશ્વિનપાર્ક, નવા ગામ, ડીંડોલી ખાતે અને રાત્રે 7.30 કલાકે ગોડાદરા ત્રણ રસ્તા, સંકટમોચન મંદિર નજીક જાહેરસભાને સંબોધન કરશે.
આ ઉપરાંત 6 ડિસેમ્બરના રોજ ભાજપાના રાષ્ટ્રીય નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમાભારતી ધોળકા વિધાનસભામાં બપોરે 2.00 કલાકે મહિલા સંમેલનને સંબોધશે. બપોરે 4.00 કલાકે લાંભા ખાતે (દસક્રોઇ વિધાનસભા) જાહેરસભા, ગાંધીનગર સેક્ટર-22ના મેદાનમાં 6.00 કલાકે જાહેરસભા અને રાત્રે 8.30 કલાકે નરોડા વિધાનસભામાં પ્રજાપતિની વાડી, યુનિયન કો.ઓ. બેંક નરોડા ખાતે મહિલા સંમેલનને સંબોધશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ઉમેદવારોના પ્રચારાર્થે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 6 ડિસેમ્બરના રોજ ગુજરાતમાં વિવિધ સ્થાનો પર સાત જાહેરસભાને સંબોધન કરશે. મોદી સવારે 9.00 કલાકે કેશોદ, કોલેજ રોડ,મધુવન ન્ડસ્ટ્રીઝ, રાયકાનગર, જુનાગઢ ખાતે જાહેરસભાને સંબોધી પોતાના ઝંઝાવાતી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. જુનાગઢના કેશોદથી જાહેરસભા સંબોધી કમલસિંહ હાઈસ્કુલ, બાબરા, અમરેલી જીલ્લામાં સવારે 10.30 કલાકે જાહેરસભા સંબોધશે. બપોરે 12.00 કલાકે ભાવનગર જીલ્લાના બુધેલ ખાતે, બપોરે 3.00 કલાકે સુરતના કડોદરા ખાતે, 4.00 કલાકે ઠાકોરદ્વાર ફાર્મ, કામરેજ ચારરસ્તા જાહેરસભાને સંબોધશે.
તેઓ વડોદરા મહાનગરમાં સાંજે 7.00 કલાકે મકરપુરા ગરબા ગ્રાઉન્ડ, હનુમાનજી મંદિર સામે, મકરપુર મેઇન રોડ, વડોદરા ખાતે અને રાત્રે 8.00 કલાકે હરીનગર પાંચ રસ્તા, હરીનગર, વડોદરા ખાતે જાહેરસભાને સંબોધી અમદાવાદ પરત આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
