નિશાના પર કોંગ્રેસ,બાપુએ પણ આપી પૂરગ્રસ્તોની મદદ કરવાની સલાહ
ગુજરાત કોંગ્રેસના 40 ધારાસભ્યો હાલ બેંગ્લોરના રિસોર્ટમાં છે, કોંગ્રેસના આ નિર્ણયની વિજય રૂપાણી અને શંકરસિંહ વાઘેલાએ નિંદા કરી છે.
ગુજરાતના રાજકારણમાં હાલ વાતાવરણ ગરમાયેલું છે. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ છોડ્યા બાદ એક પછી એક કુલ 6 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. આ સમાચાર હજુ પચે એ પહેલાં શનિવારે સમાચાર સાંભળવા મળ્યાં કે, ગુજરાત કોંગ્રેસના 40 જેટલા ધારાસભ્યો બેંગ્લુરૂ પાસે આવેલ એક ભવ્ય રિસોર્ટમાં પહોંચ્યા છે. કોંગ્રેસ પોતાના આ નિર્ણય માટે ગમે-તે કારણ આગળ ધરે કે આને ગમે તે નામ આપે, પરંતુ ગુજરાતના રાજકારણમાં આ પગલાંની કઠોર નિંદા થઇ રહી છે.

ગુજરાત કોંગ્રેસ
ગુજરાતમાં હજુ પણ કેટલાયે વિસ્તારોમાં પૂરની અસર જોવા મળે છે, 8 ઓગસ્ટના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે, ડિસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આ તમામ ચિંતાઓ છોડીને ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો કર્ણાટકના રિસોર્ટમાં આરામ ફરમાવી રહ્યા હોવાની છબી ઊભી થઇ છે. 8 ઓગસ્ટના રોજ યોજાનાર રાજ્યસભાની ચૂંટણી પહેલાં તેઓ થોડો સમય અહીં જ રોકાનાર છે.

કોંગ્રેસ MLAનું બેંગ્લુરૂમાં પિકિનક
ગુજરાત કોંગ્રેના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ આની કઠણ શબ્દોમાં નિંદા કરી છે. શનિવારે તેઓ ડીસામાં એપીએમસીની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે સરકારને પૂર અસરગ્રસ્તોની મદદ માટે સરકારને રૂ.500 કરોડની સહાય કરવાની વિનંતી કરી હતી. સાથે જ કોંગ્રેસ અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે નૈતિકતા ગુમાવી છે, ધારાસભ્યો પૂર પીડીતોની સેવા કરવાની જગ્યાએ બેંગ્લુરૂમાં પિકનિક કરી રહ્યાં છે.

કોંગ્રેસ પોતાના MLA પર વિશ્વાસ રાખે
શંકરસિંહ વાઘેલાએ આગળ કહ્યું હતું કે, આવા કપરા સમયે કોંગ્રેસના ધારાસભ્યો ભાગી જાય તે બરાબર નથી. તેમણે તો અહીં રહી લોકોની મદદ કરવી જોઇએ. કોંગ્રેસ પક્ષે પણ પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ રાખવો જોઇએ. માત્ર રાજ્યસભાની ચૂંટણી માટે ધારાસભ્યોને લક્ઝુરિયસ હોટલમાં રાખવા યોગ્ય નથી. નોંધનીય છે કે, 6 ધારાસભ્યોના રાજીનામાં બાદ કોંગ્રેસ પક્ષે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે, ભાજપ દ્વારા તેમના ધારાસભ્યોને પોલીસની બીક અને 10 કરોડ રૂપિયાની લાલચ આપવામાં આવી રહી છે. આ જ કારણે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સેફ સ્થળે એટલે કે કર્ણાટકના પ્રસિદ્ધ રિસોર્ટમાં ખસેડ્યા છે.

CM વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ માટે કોંગ્રેસની નિંદા કરતાં ટ્વીટ કર્યાં હતા અને કહ્યું હતું કે, આ પૂરની પરિસ્થિતિમાં આપણું લક્ષ્ય ગુજરાતના લોકોની મદદ કરવાનું અને તેમનો સાથ-સહકાર આપવાનું હોવું જોઇએ. બદનસીબીથી, આપણા કોંગ્રેસના મિત્રો લોકોના દુઃખ પ્રત્યે લાગણીહીન થઇ કર્ણાટકના રિસોર્ટમાં આરામ ફરમાવી રહ્યાં છે. મીડિયા સાથેની વાતચીતમાં પણ તેમણે કહ્યું હતું કે, સોનિયા ગાંધીના પુત્રપ્રેમે કોંગ્રેસને ડુબાડ્યું છે. જનતા બધાનો હિસાબ કરશે. રિસોર્ટમાં ગયેલ કોઇ જીતવાનું નથી.

નીતિન પેટલ અને જીતુ વાઘાણી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પેટેલ આ અંગે કહ્યું કે, પૂર જેવી પરિસ્થિતિમાં કોંગ્રેસ લોકોની મદદે ન આવ્યું અને ધારાસભ્યો બેંગ્લોર જતા રહ્યાં. કોંગ્રેસ માટે આ વિપરિત પરિસ્થિતિ છે. ભાજપના જીતુ વાઘાણીએ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ હવે કયા મોઢે કાર્યકરો પાસે જશે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
