GSTમાં ઘટાડો કરવા બદલ PM નરેન્દ્ર મોદીનો આભાર માનતા CM ભૂપેન્દ્ર પટેલ, આ ચીજો હવે મળશે સસ્તી
CM Bhupendra Patel: રોજબરોજના જીવનની વિવિધ વસ્તુઓ અને સેવાઓ પરના GST દરોમાં ધરખમ ઘટાડો કરવા બદલ PM નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નીર્મલા સીતારમણનો ગુજરાતની જનતા વતી CM ભૂપેન્દ્ર પટેલે હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, PMએ હજી થોડા દિવસ પહેલા સ્વાતંત્ર્ય દિવસના તેમના સંબોધનમાં લાલ કિલ્લા પરથી #NextGenGST લાવીને નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવાનું અને અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવાનું વચન આપ્યું હતું. GST દરોમાં ઘટાડા દ્વારા તેમણે આ વચન થોડાક જ દિવસમાં પૂરુ કરીને દેશવાસીઓને સુખમય જીવનની સોગાત આપી છે.
Gujarat CM Bhupendra Patel tweets, "A historic step in Bharat’s economic journey. Heartfelt gratitude to PM Narendra Modi and FM Nirmala Sitharaman for drastically reducing GST rates on a wide range of goods and services. This reform fulfils the promise made by PM Modi in his… pic.twitter.com/HQLDP3QmRV
— ANI (@ANI) September 4, 2025
ગુજરાતનું અર્થતંત્ર બનશે વધુ મજબૂત
નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા યોજાયેલી 56મી GST કાઉન્સિલમાં ખેડૂતો, સમાન્ય નાગરિકો તથા નાના અને મધ્યમ ઉદ્યોગકારોના હિતમાં વિવિધ માળખાગત સુધારા, વેરાના દરમાં સુધારા અને ઇઝ ઓફ લિવીંગ એમ મુખ્ય ત્રણ બાબતો અંગે ભલામણ કરવામાં આવી હતી. વેરાના દરમાં સુધારા થવાથી CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ખેતી માટે જરૂરી એવા ટ્રેકટર, ફર્ટીલાઇઝર, પિયતના સાધનો અને અન્ય મશીનરી વગેરે પર વેરાનો દર 12થી 18 ટકા હતો, જેને ઘટાડીને હવે માત્ર 5 ટકા કરવામાં આવ્યો છે, જેથી હવે ખેત પેદાશની ઊંચી લાગતમાં ઘટાડો થશે. આ મહત્વપૂર્ણ પગલાથી ગુજરાતના કરોડો ખેડૂતોને ફાયદો થશે. વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, ખેડૂતો ઉપરાંત સમાન્ય માણસોને રોજિંદા જીવનમાં જરૂર પડતી વિવિધ ચીજ-વસ્તુઓ પર પણ વેરાનો દર ઘટાડવામાં આવ્યો છે.
આ ચીજો હવે થશે સસ્તી
પનીર, પરાઠા, ખાખરા, પીઝાબ્રેડ જેવા ખાધ પદાર્થની વસ્તુઓ પર વેરા મુક્તિ આપવામાં આવી છે. ચોકલેટ, કેન્ડી, પેસ્ટ્રી, કેક, સીરીલ ફ્લેક્ષ વગેરે જેવી વસ્તુઓ પરનો વેરાનો દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.ડાયાબિટીક ફૂડ, સોયામીલ્ક, દૂધની બનાવટના પીણા, ફ્રૂટ પલ્પના પીણાં વગેરે પરનો વેરા દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. ટૂથ પેસ્ટ, શેવીંગક્રીમ, સાબુ વગેરે જેવી દૈનિક વપરાશની વસ્તુઓ પર વેરાનો દર ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. ફ્રીઝ, ટેલીવીઝન, AC, વોશિંગ મશીન વગેરે જેવા જરૂરી ઇલેક્ટ્રિક એપ્લાયન્સિસ પરનો વેરાનો દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.
વ્યક્તિગત મેડીક્લેમ અને વ્યક્તિગત જીવન વીમાના પ્રિમિયમને GST હેઠળ મુક્તિ આપવામાં આવી. કેંન્સર જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતી દવાઓને પણ વેરા માફી આપવામાં આવી છે. આ ઉપરાંત સર્જીકલ આઇટમ, મેડીકલ ગ્રેડ ઓક્સિજન, ગ્લુકોમીટર જેવી વસ્તુઓ પરનો વેરાનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. રબર, શાર્પનર, સ્ટેશનરી બુક્સ, મેપ વગેરેની સ્ટેશનરી જેવી વસ્તુઓને GST હેઠળ મુક્તિ આપવામાં આવી છે. સાથે જ, કાગળ, મેથેમેટીકલ બોક્સ, જીઓમેટરી બોક્સ અને કલર બોક્સ પર વેરાનો દર ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. મૂર્તિઓ, લેમ્પ, પેઇન્ટીંગ, સ્ટોન વર્ક જેવી હેંડીક્રાફટની વસ્તુઓ પર વેરાનો દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. મંત્રીએ કહ્યું હતું કે, 1200 CCથી ઓછી એન્જીન કેપેસીટી ધરાવતી પેટ્રોલ, LPG અને CNG વેરીયન્ટ ગાડીમાં તેમજ 1500 CCથી ઓછી એન્જીન કેપેસીટી ધરાવતી ડીઝલ ગાડીઓ પરનો વેરાનો દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, જેનો સીધો ફાયદો નાના અને મધ્યમ વર્ગના પરિવારોને થશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
