સીએમ ભુપેન્દ્ર પટેલે ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં લહેરાવ્યો તિરંગો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઇને ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે 100 ફૂટના ધ્વજદંડ પર 30X20 નો વિશાળ તિરંગો લહેરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઇને ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે 100 ફૂટના ધ્વજદંડ પર 30X20 નો વિશાળ તિરંગો લહેરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં જનભાગીદારી પ્રેરિત કરવા 13થી 15 ઓગસ્ટ દરમ્યાન દેશવાસીઓને પોતાના ઘર, કામકાજના સ્થળે તિરંગો લહેરાવવા આહવાન કરેલું છે.

પીએમ મોદીની પ્રેરણાથી સ્થપાયેલ ચિલ્ડ્રન યુનિવર્સિટીએ આ આહવાનનો પ્રતિસાદ આપતા વિશાળ તિરંગો યુનિવર્સિટીના પટાંગણમાં લહેરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિશાળ તિરંગો લહેરાવ્યો તે અવસરે શિક્ષણ મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણી, યુનિવર્સિટીના કુલપતિ હર્ષદ પટેલ, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ અગ્ર સચિવ હૈદર વગેરે પણ સહભાગી થયા હતા.
સામાન્ય રીતે તિરંગો ખાદીનો જ ફરકાવવાનો નિયમ છે. આ વખતે ત્રણ દિવસ માટે ટેક્સટાઈલના ફ્લેગની છૂટ અપાઈ છે. અલબત્ત, ખાદી ભવનોમાંથી નાનાથી લઈ મોટાં રાષ્ટ્રધ્વજ વેચાઈ રહ્યા છે. દરેક રાષ્ટ્રધ્વજની સાઇઝ મુજબ ભાવ નક્કી છે. ખાદીમાં પણ બે પ્રકારના રાષ્ટ્રધ્વજ બને છે. સિંગલ તાર અને ડબલ તારના. એમાં ડબલ તારનો ફ્લેગ જાડો હોય અને બે તરફ સિલાઈવાળો હોય છે. ગુજરાતમાં 22 જેટલાં ખાદી કેન્દ્રો છે. એમાંથી 8 કેન્દ્ર અમદાવાદમાં છે. આ તમામ કેન્દ્રોમાંથી છેલ્લા સપ્તાહમાં જ 23 લાખ રૂપિયાના તિરંગાનું વેચાણ થઈ ચૂક્યું છે અને બીજા 60 લાખ રૂપિયાના રાષ્ટ્રધ્વજ અમદાવાદ 9 તારીખે મંગળવારે સાંજે આવી પહોંચ્યા છે અને એનું વેચાણ પણ શરૂ કરી દેવાયું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
