CMએ ભાવનગર શહેર અને જિલ્લાને 575.99 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પણ કરી
Bhavnagar: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર અને જિલ્લાનાં કુલ 575.99 કરોડ રૂપિયાના જનસુખાકારીનાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રવિવારના રોજ વિદ્યાનગર વિસ્તારમાં નિર્માણાધીન નવી કલેક્ટર કચેરી ખાતે વિધિવત પૂજન કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ, જે બાદ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે તેમનાં હસ્તે વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનાં પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતુ કે, દેશ અને દુનિયામાં ગુજરાત મોડેલની ચર્ચા થઇ રહી છે, તે સિદ્ધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભારી છે. વડાપ્રધાન મોદીના વિઝનનો લાભ ગત બે દાયકાથી ગુજરાતને મળી રહ્યો છે. આજે કરોડ, બે કરોડ કે પાંચ કરોડ રૂપિયાના વિકાસકામોની વાત લોકો માટે સામાન્ય થઇ ગઇ છે, કારણ કે વિકાસ કામો માટે પૈસાની કોઈ મુશ્કેલી રહી નથી અને ગુણવત્તાયુક્ત કામો થાય છે.
આજે ભગવાન શ્રીરામ 500 વર્ષ પછી મંદિરમાં બિરાજમાન થશે. આજે આપણે રામમય બન્યા છીએ ત્યારે પ્રભુ શ્રીરામના કર્તવ્યપાલનના ગુણને પણ જીવનમાં ઉતારીએ તેવી હર્દય સ્પર્શી અપિલ મુખ્યમંત્રીએ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દાયકા પહેલાં 2003માં વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરી તે સમયનાં તેમનાં વિઝનને આજે દેશ અને દુનિયા સ્વીકારી રહ્યાં છે. આ સમયે જ્યારે દેશ વૈશ્વિક સ્તરે હરિફાઇમાં નહોતો ત્યારે ગુજરાત વૈશ્વિક સ્તરે હરિફાઇમાં હતું.
વિશ્વભરમાં લોકો આજે ભારત તરફ મીટ માંડે છે તે વડાપ્રધાનશ્રીની દૂરંદેશીને આભારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નવ સંકલ્પો સ્વચ્છતા, સ્વાસ્થ્ય, યોગ, સ્પોર્ટ્સ, ડિજિટલ પેમેન્ટ, વ્યસનમુક્તિ, સ્વદેશી ઉત્પાદનોનો આગ્રહ, મિલેટ શ્રી અન્નને પ્રોત્સાહન વગેરે બાબતોને જીવનનું અભિન્ન અંગ બનાવવા તેમણે અપિલ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની સાથે વિરાસત અને સંસ્કૃતિનું પણ જતન કરીને વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે સૌને સાથે મળી કાર્યરત થવા આહવાન કર્યું હતું.
પ્રભારી સચિવ અને રાહત કમિશનર આલોકકુમાર પાંડેએ કહ્યું હતુ કે, સામાન્ય માણસોને પડતી અગવડોનેને સગવડ અને સુવિધામાં રૂપાંતરિત કરવામાં ગુજરાત સરકાર અગ્રેસર છે. નવી કલેકટર કચેરી બનતા તમામ મહેસૂલી સુવિધાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે, જેના કારણે લોકોને સરકારી કામગીરીમાં ઘણી સરળતા રહેશે. જિલ્લામાં કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ તમામ લાઈન ડિપાર્ટમેન્ટ સારી કામગીરી કરી રહ્યા છે, જેનું પ્રતિબિંબ જિલ્લાના વિકાસમાં જોવા મળી રહ્યું છે.
ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અવિરત રાખી છે. ભાવનગર માટે જીવાદોરી સમાન રિંગરોડની ભેટ આપવા બદલ હું મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું અને ઋણસ્વીકાર કરું છું.
મેયર ભરતભાઇ બારડે સમારોહને સંબોધતા કહ્યુ હતુ કે, જનસુખાકારીના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા બદલ સમગ્ર જિલ્લો મુખ્યમંત્રીશ્રીનો આભાર માને છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણાથી થઇ રહેલાં કામોએ અમારી શ્રદ્ધા વધુ મજબૂત કરી છે.
સમારોહની આભારવિધિમાં જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાએ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવા બદલ તેમજ જિલ્લાના વિકાસને નવી દિશા આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર માની ઋણ સ્વીકાર કર્યુ હતુ.
આ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, સેજલબેન પંડ્યા, ગૌતમભાઈ ચૌહાણ, શિવાભાઈ ગોહિલ, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેન મીયાણી, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, જિલ્લા કલેક્ટર આર. કે. મહેતા, રેન્જ આઇજી ગૌતમ પરમાર, મહાનગરપાલિકા કમિશનર એન.વી.ઉપાધ્યાય, પ્રાદેશિક નગરપાલિકાના કમિશનર જી.એચ.સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જિલોવા , મહારાજા કૃષણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર એમ.એમ.ત્રિવેદી, સ્થાનિક આગેવાનો અભયસિંહ ચૌહાણ, રાઘવજીભાઈ મકવાણા સહિતના મહાનુભાવો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
