અમદાવાદ- વડોદરાની ટાઉન પ્લાનિંગ સ્કીમને CM ભુપેન્દ્ર પટેલની મંજૂરી, 11 હજાર આવાસ માટે જમીન મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક સ્તુત્ય નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવી નાગરિકો માટે સુખ સુવિધા વૃદ્ધિના કામો સહિત આંતર માળખાકીય કામો ઝડપી બને તેવો અભિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક સ્તુત્ય નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસને વધુ વેગવંતો બનાવી નાગરિકો માટે સુખ સુવિધા વૃદ્ધિના કામો સહિત આંતર માળખાકીય કામો ઝડપી બને તેવો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર મુખ્યમંત્રીએ અમદાવાદ અને વડોદરાની કુલ ૪ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે

તેમણે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ઔડા ની બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ તેમજ વડોદરા મહાનગર પાલિકાની બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મંજુર કરી છેઆ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતર માળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે.
ભૂપેન્દ્ર પટેલે ઔડાની જે બે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજુર કરી છે તેમાં ટી.પી સ્કીમ ૧૩૯/એ છારોડી -નારણપુરા-ખોડા અને ૧૩૯/બી છારોડીનો સમાવેશ થાય છે.આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ વડોદરાની બે પ્રીલીમીનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. આ પ્રીલીમીનરી ટી.પી. સ્કીમમાં વડોદરા મહાનગર પાલિકાની પ્રારંભિક ટી.પી . નંબર ૩ સેવાસી અને ૫૫/એ ગોરવા કરોડિયા નો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે ઔડાની ૨ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ અને વડોદરા મહાનગર પાલિકાની ૨ પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ એમ કુલ ચાર ટી.પી સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે ૧૨.૪૩ હેક્ટર્સ જમીન પ્રાપ્ત થશે. ઔડાની ડ્રાફ્ટ ટી.પી.૧૩૯ એ માં ૩૬૦૦ અને ૧૩૯ બી માં ૫૪૦૦ મળી કુલ ૯ હજાર EWS આવાસો નિર્માણ થઈ શકશે.
વડોદરામાં પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ 3 સેવાસી મા ૯૦૦ અને પ્રિલીમીનરી ટી.પી. ૫૫ એ ગોરવા કોરડિયા માં ૧૨૦૦ આવાસો બની શકશે. બાગબગીચા, રમત-ગમતના મેદાન અને ખુલ્લી જગ્યા માટે આ ચાર ટી.પી.સ્કીમ માં કુલ ૯.૮૧ હેક્ટર્સ જમીન ઉપરાંત જાહેર સુવિધા માટે ૧૧.૫૫ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે આ ૪ સ્કીમમાં કુલ આશરે ૨૮.૨૯ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. એટલું જ નહિ, આગામી સમયમાં આ ચારેય સ્કીમ માં કુલ ૧૧,૧૦૦ EWS આવાસો ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગોને ઉપલબ્ધ થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
