ગુજરાતમાં કંઇક આ રીતે અપાઇ બાબા સાહેબને શ્રદ્ધાંજલિ
ગાંધીનગર, 14 એપ્રિલ: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ નિમિત્તે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમા સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
આનંદીબહેન પટેલે ડૉ. આંબેડકરની આ સવાસોમી જન્મ જયંતિની અભિનવ ઉજવણી પાટનગરમાં પ્રેરિત કરતાં ગાંધીનગરની સરકારી શાળાના બાળકોની ડૉ. આંબેડકર જીવન કવન વિશષય શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં સ્વયં ઉપસ્થિત રહી બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.
મુખ્યમંત્રી 125મી આંબેડકર જયંતિની સવારે સૌ પ્રથમ વિધાનસભા સચિવાલય સામેના સેન્ટ્રલ વિસ્ટામાં રાખવામાં આવેલી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા. આ વેળાએ સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી રમણલાલ વોરા, આરોગ્ય મંત્રી નિતીનભાઇ પટેલ, મેયર મહેન્દ્રસિંહ રાણા, વિધાનસભા ઉપાધ્યક્ષ આત્મારામ પરમાર, દંડક પંકજ દેસાઇ અને ધારાસભ્યો, અગ્રણીઓ તથા નાગરિકો પણ જોડાયા હતા.
ત્યાર બાદ મુખ્યમંત્રીએ વિધાનસભા પોડિયમમાં ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી હતી. વિધાનસભા અધ્યક્ષ ગણપતસિંહ વસાવા તથા મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
બાબા સાહેબને શ્રદ્ધાંજલિ જુઓ તસવીરોમાં...

આંબેડકરની 125મી જન્મ જયંતિ
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિએ ગાંધીનગરમાં આંબેડકર પ્રતિમા સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

પુષ્પાંજલિ અર્પણ
મુખ્યમંત્રી 125મી આંબેડકર જયંતિની સવારે સૌ પ્રથમ વિધાનસભા સચિવાલય સામેના સેન્ટ્રલ વિસ્ટામાં રાખવામાં આવેલી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા.

ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ
મુખ્યમંત્રીએ વિધાનસભા પોડિયમમાં ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી હતી.

ગણપતસિંહ વસાવા
મુખ્યમંત્રીએ વિધાનસભા પોડિયમમાં ડૉ.આંબેડકરના તૈલચિત્ર સમક્ષ ભાવાંજલિ અર્પણ કરી હતી. વિધાનસભા અધ્યક્ષ ગણપતસિંહ વસાવા તથા મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહયા હતા.

શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધા
ડૉ. આંબેડકરની આ સવાસોમી જન્મ જયંતિની અભિનવ ઉજવણી પાટનગરમાં પ્રેરિત કરતાં ગાંધીનગરની સરકારી શાળાના બાળકોની ડૉ. આંબેડકર જીવન કવન વિશષયક શીઘ્ર વક્તૃત્વ સ્પર્ધામાં સ્વયં ઉપસ્થિત રહી બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
