Chotila Temple: 30 ડિસેમ્બરે ચોટીલા ડુંગર યાત્રાળુઓ માટે 4 કલાક બંધ રહેશે, જાણો કારણ
Chotila Temple: જો તમે આગામી 30 ડિસેમ્બરના રોજ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ સમાચાર ખાસ વાંચજો. 30 ડિસેમ્બરે સવારના સમયે ડુંગર પર દર્શન કરવા માટેના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

ચોટીલા: સવારે 6 થી 10 દર્શનાર્થીઓ માટે 'નો એન્ટ્રી'
ચોટીલા ડુંગર પર આગામી 30 ડિસેમ્બરે રાજ્ય કક્ષાની આરોહણ-અવરોહણ (પર્વત ચઢવા-ઉતરવાની) સ્પર્ધા યોજાવાની છે. આ સ્પર્ધાના સુચારુ આયોજન અને સ્પર્ધકોની સલામતી માટે સવારે 6:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ માટે ડુંગર પર પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 10 વાગ્યા બાદ રાબેતા મુજબ ભક્તો માતાજીના દર્શન કરી શકશે.
સ્પર્ધાની ખાસિયતો
- આ વર્ષે 253 યુવકો અને 118 યુવતીઓ મળી કુલ 371 સ્પર્ધકો ભાગ લેશે.
- આ વખતે ઇનામની શ્રેણી વધારીને 1થી 25 નંબર સુધીના વિજેતાઓને રોકડ પુરસ્કાર અને શીલ્ડ આપવામાં આવશે.
- પ્રથમ 10 વિજેતાઓને જૂનાગઢ ગિરનાર સ્પર્ધામાં સીધી એન્ટ્રી મળશે.
નવા વર્ષ 2026 પર દેશના આ મોટા મંદિરોની નવી વ્યવસ્થા
નવા વર્ષની શરૂઆત ભક્તિભાવથી કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે ભારતભરના મુખ્ય મંદિરોએ નવી એડવાઈઝરી જાહેર કરી છે.
- અયોધ્યા (રામ મંદિર): નવા વર્ષે અંદાજે 2 લાખ ભક્તો ઉમટી શકે છે. તમામ હોટલ-ધર્મશાળા ફૂલ છે. ભક્તો અડધા કલાકમાં દર્શન કરી શકે તેવી સુવિધા કરાઈ છે, જ્યારે સ્પેશિયલ સ્લોટ માટેના પાસ 1 જાન્યુઆરી સુધી બુક થઈ ગયા છે.
- ઉજ્જૈન (મહાકાલ મંદિર): 5 જાન્યુઆરી સુધી VIP દર્શન સંપૂર્ણ બંધ રહેશે. કોઈ પણ વ્યક્તિ ગર્ભગૃહમાં જઈ શકશે નહીં. 1 જાન્યુઆરીએ ભસ્મ આરતી માટેની ઓફલાઈન સિસ્ટમ પણ બંધ રહેશે.
- શિરડી (સાંઈ બાબા): 31 ડિસેમ્બરે ભક્તો માટે મંદિર આખી રાત ખુલ્લું રહેશે. ભક્તો 'સોનાની બારી'માંથી સાંઈ બાબાના દર્શન કરી શકશે. જોકે, મુખ્ય આરતીઓના સમયે ફેરફાર કરવામાં આવ્યો છે.
- વૈષ્ણોદેવી (કટરા): યાત્રા માટે RFID કાર્ડ અનિવાર્ય છે. ઓળખપત્ર વિના કાર્ડ મળશે નહીં. કાર્ડ મળ્યાના 10 કલાકમાં યાત્રા શરૂ કરવી પડશે અને 24 કલાકમાં પરત ફરવું પડશે.
- તિરૂપતિ બાલાજી: 30 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી માત્ર એડવાન્સ ટોકન ધરાવતા ભક્તોને જ પ્રવેશ મળશે. કરન્ટ બુકિંગ કાઉન્ટર્સ હાલ પૂરતા બંધ કરી દેવાયા છે.
- ખાટું શ્યામ (રાજસ્થાન): ભીડને નિયંત્રિત કરવા માટે VIP દર્શન બંધ કરાયા છે. ભક્તોએ દર્શન માટે 'લખદાતાર મેદાન' થઈને લાંબી કતારમાં જવું પડશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
