Chief minister relief fund : મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 4 વર્ષમાં 84 કરોડની સહાય અપાઈ

Chief minister relief fund : ગુજરાત સરકારે નાગરિકોને સરળતાથી આરોગ્ય સેવાઓ મળે તે સુનિશ્ચિત કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

આ પ્રયાસના ભાગરૂપે ગંભીર અને ખર્ચાળ બીમારીઓની સારવાર માટે જરૂરિયાતમંદ નાગરિકોને આર્થિક મદદ પૂરી પાડવા મુખ્યમંત્રી રાહત નિધિ (CM Relief Fund) એક મહત્વપૂર્ણ સાધન બન્યું છે.

છેલ્લા ચાર વર્ષમાં આ ફંડમાંથી 3761 નાગરિકોને 84.29 કરોડથી વધુની આર્થિક સહાય મંજૂર કરવામાં આવી છે. વડોદરામાં MBBSનો અભ્યાસ કરતી 21 વર્ષીય હેત્વીબેન શાહને કોક્લિયર ઇમ્પ્લાન્ટની જરૂર હતી.

ઓછી શ્રવણશક્તિની સમસ્યા તેમની કારકિર્દી અને શિક્ષણને ગંભીર અસર કરી શકે તેમ હતી. સારવારનો અંદાજિત ખર્ચ 5.97 લાખ હતો, જે તેમના પરિવાર માટે મોટો આર્થિક બોજ હતો. મુખ્યમંત્રીએ આ કિસ્સાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેમને ખાસ કિસ્સામાં 3,58,260ની સહાય મંજૂર કરી.

અમદાવાદના 71 વર્ષીય હાજાભાઈ જેતાભાઈ ખૂંટીને કેન્સરની બીમારી થઈ હતી. તેમની સારવારનો અંદાજિત ખર્ચ 8.50 લાખ હતો, જે મધ્યમવર્ગીય પરિવાર માટે મોટી રકમ હતી. તેમની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને 2,83,333ની સહાય મંજૂર કરાઈ.

મુખ્યમંત્રી રાહત નિધિ (CMRF) માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ જરૂરિયાતમંદ પરિવારોને માનસિક મનોબળ પણ પૂરું પાડે છે. લીવર, કિડની, બોનમેરો, ફેફસાં અને હૃદય ટ્રાન્સપ્લાન્ટ જેવી ખર્ચાળ અને જીવલેણ બીમારીઓની સારવાર ઘણીવાર મોંઘી હોય છે.

જ્યારે PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) હેઠળ મળતી વાર્ષિક નાણાકીય સહાયની મર્યાદા પૂરી થઈ જાય છે ત્યારે આ ફંડ દર્દી અને તેના પરિવાર માટે એક મજબૂત આધાર બની રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X