મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્લીમાં રાષ્ટ્રપતિ કોવિંદ અને પીએમ મોદીની મુલાકાતે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવી દિલ્લી ખાતે રાષ્ટ્રપતિ કોવિંદ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લેશે.

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નવી દિલ્લી ખાતે રાષ્ટ્રપતિ કોવિંદ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લેશે. નવી દિલ્લીના પ્રવાસ દરમિયાન તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળશે. તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી બન્યા પછી આ તેમની પહેલી મુલાકાત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્લીમાં ઉપ રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુને પણ મળશે અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની શુભેચ્છા મુલાકાત પણ લેશે.

Bhupendra Patel

વળી, તેઓ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને પણ મળશે. ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બર, સોમવારના રોજ રાજભવનમાં શપથ ગ્રહણ કર્યા હતા. આ સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ મુખ્યમંત્રી બન્યા પછી પીએમ મોદીએ તેમને શુભેચ્છા પાઠવી હતી પરંતુ સાથે તેમની રૂબરુ મુલાકાત થઈ નથી. મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલની નવી દિલ્લી ખાતે આ પહેલી મુલાકાત છે.

પીએમ મોદીને મળીને તેઓ મંત્રીમંડળના સભ્યોની કામગીરી વિશે માર્ગદર્શન મેળવશે. તમને જણાવી દઈએ કે સીએમ ભૂપેન્દ્ર પટેલે ગઈ કાલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે રાતે અમદાવાદ પાછા આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X