મુ્ખ્યમંત્રીએ કોમ્પેન્ડીયમ ઓફ લેન્ડ માર્ક જજમેન્ટ્સ બુકનુ વિમોચન કર્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત તકેદારી આયોગ અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સહયોગથી પ્રકાશિત થયેલા કોમ્પેન્ડીયમ ઓફ લેન્ડ માર્ક જજમેન્ટસનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત તકેદારી આયોગ અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સહયોગથી પ્રકાશિત થયેલા કોમ્પેન્ડીયમ ઓફ લેન્ડ માર્ક જજમેન્ટસનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું. એન્સ્યોરિંગ ઇન્ટીગ્રીટી લેશન્સ ફ્રોમ જ્યુડીશ્યરી, લેન્ડ માર્ક જજમેન્ટસ ઓન એન્ટીકરપ્શન, પબ્લિક સર્વન્ટ મિસકન્ડકટ એન્ડ રિલેટેડ આસ્પેક્ટસ એટલે કે (નિષ્ઠા પ્રત્યે પ્રતિબદ્ધતાઃ ન્યાયતંત્રમાંથી શિખ, કેટલાંક સિમાચિન્હરૂપ ચુકાદાઓ) શિર્ષક ધરાવતું આ પુસ્તક વકીલો, તપાસ અધિકારીઓ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે.

લોહપુરૂષ અને દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલે જાહેર સેવાઓનું મહત્વ અને મુલ્કી સેવાની રાષ્ટ્રઘડતરમાં ઉપયોગિતા સમજીને સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-૧૯૪૭ તથા બ્રાઇબરી એન્ડ કરપ્શન પ્રિવેન્શન એક્ટ-૧૯૪૭ નામના બે કાયદાઓથી દેશમાં ભ્રષ્ટાચાર સામે કાયદાકીય માળખું ઉભું કરવાનો નવો રાહ કંડાર્યો હતો
ગુજરાત તકેદારી આયોગ અને GNLU એ સરદાર સાહેબના આ મૂલ્યોમાંથી પ્રેરણા લઇને નિષ્ઠા, ભ્રષ્ટાચાર નિવારણ, જાહેર સેવકોની ગેરવર્તણુંક તથા અન્ય મુદ્દાઓને આવરી લેતા વિવિધ અદાલતોના ૧૧૦ જેટલા સિમાચિન્હ રૂપ ચુકાદાઓનો ચુકાદાસંગ્રહ પુસ્તક રૂપે પ્રકાશિત કર્યો છે
આ કોમ્પોન્ડીયમમાં વર્ષ ૧૯પ૦થી ર૦ર૧ સુધીના જે ૧૧૦ જેટલા લેન્ડ માર્ક જજમેન્ટસ આવરી લેવાયા છે તેમાં સુપ્રિમકોર્ટના ૭૭, જુદી જુદી હાઇકોર્ટના ર૬, સેશન્સ કોર્ટના-ર અને વિશ્વના દેશોની કોર્ટસના પાંચ જજમેન્ટનો સમાવેશ થાય છે
જાહેર સેવકોની વર્તણુક, તપાસ એજન્સીઓની ભૂમિકા અને કાર્યો, ભ્રષ્ટાચારના કેસો અને લાંચ-રૂશ્વત વિરોધી કાયદા જેવા ક્ષેત્રોમાં ખાસ જજની સત્તા અને કાર્યપદ્ધતિ જેવી બાબતો આ ચુકાદાસંગ્રહમાં વણી લેવામાં આવેલી છે.
આ પુસ્તક તૈયાર કરવામાં રાજ્યના વિજીલન્સ કમિશનર અને વરિષ્ઠ નિવૃત સનદી અધિકારી મતી સંગીતા સિંઘ, GNLU ડીરેકટર ડૉ. સંજીવી શાંતાકુમાર, યુનિવર્સિટીના આસીસ્ટન્ટ પ્રોફેસર તરૂણ તેમજ ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ આદિત્ય ગોર નું મહત્વનું પ્રદાન રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પુસ્તકનું વિમોચન કર્યુ તે અવસરે કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, વિજીલન્સ કમિશનર મતી સંગીતા સિંઘ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા, ડાયરેક્ટર એ.સી.બી અનુપમસિંહ ગેહલોત, એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદી, સરકારી વકીલ સુ મનિષાબહેન લવકુમાર, ડાયરેક્ટર પ્રોસીક્યુશન જગરૂપસિંહ રાજપૂત તેમજ GNLU ના ડાયરેક્ટર શાંતાકુમાર, તરૂણ અને એડવોકેટ આદિત્ય ગોર ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
