મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર-જિલ્લામાં 575.99 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યુ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગર શહેર અને જિલ્લાનાં કુલ 575.99 કરોડ રૂપિયાના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ હતુ.
મુખ્યમંત્રીએ રવિવારે વિદ્યાનગર વિસ્તારમાં નિર્માણાધીન નવી કલેક્ટર કચેરી ખાતે વિધિવત પૂજન કરી ખાતમુહૂર્ત કર્યુ હતુ. ત્યારબાદ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે તેમનાં હસ્તે વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

મુખ્યમંત્રીએ કહ્યુ કે, દેશ અને દુનિયામાં ગુજરાત મોડેલની ચર્ચા થઇ રહી છે તે સિદ્ધિ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આભારી છે. આદરણીય વડાપ્રધાનના વિઝનનો લાભ ગત બે દાયકાથી ગુજરાતને મળી રહ્યો છે.
આજે કરોડ, બે કરોડ કે પાંચ કરોડ રૂપિયાના વિકાસકામોની વાત લોકો માટે સામાન્ય થઇ ગઇ છે, કારણ કે વિકાસ કામો માટે પૈસાની કોઈ મુશ્કેલી રહી નથી અને ગુણવત્તાયુક્ત કામો થાય છે.
આવતીકાલે ભગવાન રામ 500 વર્ષ પછી મંદિરમાં બિરાજમાન થશે. આજે આપણે રામમય બન્યા છીએ ત્યારે પ્રભુ રામના કર્તવ્યપાલનના ગુણને પણ જીવનમાં ઉતારીએ તેવી હર્દય સ્પર્શી અપિલ મુખ્યમંત્રીએ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બે દાયકા પહેલાં 2003માં 'વાયબ્રન્ટ ગુજરાત' સમિટની શરુઆત કરી તે સમયનાં તેમનાં વિઝનને આજે દેશ અને દુનિયા સ્વીકારી રહ્યાં છે. તે સમયે જ્યારે દેશ વૈશ્વિક સ્તરે હરિફાઇમાં નહોતો ત્યારે ગુજરાત વૈશ્વિક સ્તરે હરિફાઇમાં હતું.
ભુપેન્દ્ર પટેલે વિકાસની સાથે વિરાસત અને સંસ્કૃતિનું પણ જતન કરીને વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે સૌને સાથે મળી કાર્યરત થવા આહવાન કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
