રાજ્યપાલ અને મુખ્યમંત્રી શનિવારે અમરેલી જિલ્લના દુધાળા ખાતે અમૃત સરોવરની મલાકાતે લેશે
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વવાનને સહર્ષ વધાવી લેતા અમરેલી જિલ્લામાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણ કરાયું છે. આ પૈકી અમરેલી જિલ્લાના દુધાળા ખાતે લોકભાગીદારીથી ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામેલા અમૃત સરોવરની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શનિવારે મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ જળ સિંચનના કામોનું નિરીક્ષણ કરશે. હાલ ચોમાસાની ઋતુ હોઈ શ્રીકાર વર્ષાને પગલે સરોવરોમાં નવા નીર આવ્યા છે ત્યારે જળસિંચનના આ કાર્યોથી જનસુખાકારીમાં વધારો થશે.

અમરેલી જિલ્લામાં અલગ અલગ સરકારી વિભાગો, લોકભાગીદારી અને સી.એસ.આર એક્ટિવિટી દ્વારા ૭૫ અમૃત સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તમામ સરોવરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે જ્યારે સરોવરની સુશોભનની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યાદી મુજબ આ સરોવરો આશરે ૧૧૪.૮૬ એકર જમીનમાં નિર્માણ કરવામાં આવ્યા છે. આ ૭૫ અમૃત સરોવરના નિર્માણ થકી ૨૫,૪૦,૮૮૭ ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે. જ્યારે આ કામગીરીમાં ૧,૨૬,૩૪૩ માનવદિનની રોજગારીનું સર્જન પણ થયું છે. આ અમૃત સરોવરના નિર્માણ કાર્યમાં અંદાજિત રૂ ૩,૭૪,૧૭,૬૦૦નો ખર્ચ થયો છે.
આગામી સ્વાતંત્ર્ય દિન સુધીમાં પ્રત્યેક અમૃત સરોવર પર ધ્વજવંદનનો કાર્યક્રમ થઈ શકે એ મુજબની કામગીરી અને તૈયારીઓ ચાલી રહી છે. આ અમૃત સરોવરનું ગામના વિકાસમાં યોગદાન રહેશે. અમૃત સરોવર દ્વારા પ્રવાસન, લોક સંસ્કૃતિ, કલાના વિકાસનું સ્થળ, રોજગારી, ખેત ઉત્પાદન, સિંચાઈ વગેરે આયોજનના વિકાસ દ્વારા સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક વિકાસનું માધ્યમ બને તેવી નેમ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
