છોટાઉદેપુર ખાતે 15 સપ્ટેમ્બરે પોલીસ ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનો પોલીસ ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 15મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. જીલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લોકો પોલીસને લગતા પ્રશ્નોના નિવારણ માટે ઉપસ્થિત રહી પ્રશ્નોની રજૂઆત કરી શકશે.આ માટે કોઈની વ્યક

છોટાઉદેપુર ખાતે જિલ્લા કક્ષાનો પોલીસ ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 15મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. જીલ્લા પોલીસ વડાની કચેરી ખાતે લોકો પોલીસને લગતા પ્રશ્નોના નિવારણ માટે ઉપસ્થિત રહી પ્રશ્નોની રજૂઆત કરી શકશે.આ માટે કોઈની વ્યક્તિગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ આવતો ન હોય તેવી ફરિયાદો ૯ સપ્ટેમ્બર સુધીમાં નિયત અરજી પત્રકમાં બે નકલમાં રજુ કરવાનું રહેશે. એક અરજીમાં એક જ પ્રશ્નની રજૂઆત કરવાની રહેશે. અન્ય પ્રશ્ન માટે અલાયદી અરજી કરવાની રહેશે.

Police

પોલીસ ખાતાને લગતી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારે સૌપ્રથમ પોલીસ ખાતાને અરજી કરેલ હોય અને તેના પર કોઈ કાર્યવાહી ન થવા પામી હોય અથવા જે તે પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા કોઈ પ્રત્યુતર ન મળેલ હોય તેવી અરજીઓ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે. જે તે પોલીસ સ્ટેશનમાં અરજી પડતર હોય તે અરજીની નકલ આ અરજી સાથે જોડવાની રહેશે. જીલ્લા કક્ષાએ નિર્ણય કરી શકાય તેવા જ પ્રશ્નો રજુ કરવાના રહેશે. અરજી ઉપર “પોલીસને લગતા જીલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ” સ્પષ્ટ રીતે લખવુ. ફરિયાદ નિવારણ કાર્યક્રમના દિવસે જે તે પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહેશે. અરજદારે પણ તે જ દિવસે સવારના ૧૧ વાગ્યે દર્શાવેલ સ્થળ પર પોતાના પ્રશ્નો અંગેનો આધાર પુરાવા સહીત હાજર રહેવાનું રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X