છોટાઉદેપુર જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઇ
છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિ હોલમાં જિલ્લા સંકલન-વ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અને સૂચનો પર યોગ્ય અમલીકરણ અંગે આદેશ કરાયા હતા.

જિલ્લા સંકલન-વ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં ઉપસ્થિત સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી દ્વારા વિવિધ મુદ્દે કરવામાં આવેલી રજૂઆતો પરત્વે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ સંબંધિત અધિકારીઓને રજૂઆતોને અગ્રતાના ધોરણે નિકાલ કરવા કલેકટર તરફથી સૂચના આપવામાં આવી હતી.
બેઠકમાં સંકલન સમિતિના વિવિધ મુદ્દાઓ અંગે સમીક્ષા કરતા જિલ્લા કલેકટરે દરેક વિભાગ દ્વારા પરસ્પર સંકલન કરવા પર ભાર મુકયો હતો. આગામી ચોવીસ માસમાં નિવૃત થતા અધિકારીઓના પેન્શન કેસો કોઇપણ કચેરીમાં પડતર ન રહે તેની તકેદારી રાખવા જણાવ્યુ હતું. સરકારી બાકી લેણાની વસુલાત ઝડપથી કરવા માટે તાકીદ કરી હતી.
વિવિધ સરકારી કચેરીઓમાં નાગરિકો તરફથી આવતી અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા, તાબાની કચેરીઓનું નિરીક્ષણ પુરૂં કરવા તેમજ ખાતાકીય તપાસના પડતર કેસો અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા કલેકટરે સી.એમ ડેશબોર્ડની કામગીરી અંગે સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, સી.એમ ડેશબોર્ડની કામગીરીની મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવતી હોઇ કરેલ કામગીરીની યોગ્ય ડેટા એન્ટ્રી કરવા જણાવ્યું હતું, મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં જોડાવા અને યોગ્ય સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
