છઠ પૂજા માટે રેલવેની મોટી તૈયારી: ગુજરાતથી યુપી-બિહાર માટે 36 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો વધુ વિગત
Special Trains ON Chhath Puja: છઠ્ઠ પૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે ઉત્તર ભારતના રાજ્યો તરફ જતા લાખો મુસાફરોની સુવિધા માટે વિશેષ તૈયારીઓ કરી છે. પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતમાંથી કુલ 36 જેટલી વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. આમાંની મોટા ભાગની ટ્રેનો બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ દોડશે, જ્યાં મુસાફરોનો ધસારો સૌથી વધુ હોય છે.

રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 10 વર્ષની તુલનામાં આ વર્ષે તહેવારોમાં મુસાફરોનો ધસારો વધુ જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 1 લાખથી વધુ મુસાફરો યુપી અને બિહાર જેવા રાજ્યોમાં જઈ ચૂક્યા છે. મુસાફરોની વધતી માંગને પહોંચી વળવા માટે કેન્દ્રીય સ્તરે પણ વધારાની ટ્રેનોની માંગ કરવામાં આવી છે, અને આગામી 5 દિવસમાં દેશભરમાં 1500 જેટલી વધારાની ટ્રેનો દોડાવવાની યોજના છે.
સુરત અને અમદાવાદ સ્ટેશનો પર વિશેષ સુવિધા
મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે રેલવે પોલીસ, સીસીટીવી કેમેરા અને સ્ટેશન વહીવટીતંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
સુરત/ઉધના પર ટ્રાફિક: સુરત રેલવે સ્ટેશનનું રી-ડેવલપમેન્ટ કાર્ય ચાલુ હોવાથી મુસાફરો ઉધના સ્ટેશન તરફ વળ્યા છે, જ્યાં ભારે ટ્રાફિક જોવા મળ્યો છે. આ ઉપરાંત વલસાડ અને વાપી સ્ટેશનો પર પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ અને સાબરમતી સ્ટેશનની તૈયારી
- અમદાવાદ સ્ટેશન: મુસાફરોને લાંબી કતારોથી રાહત આપવા માટે સરસપુર તરફ 3230 ચોરસ ફૂટ અને પ્લેટફોર્મ નં. 01 તરફ 8072 ચોરસ ફૂટના વિશાળ પેસેન્જર હોલ્ડિંગ એરિયા તૈયાર કરાયા છે. અહીં બેસવાની પૂરતી સુવિધા, પીવાનું પાણી, શૌચાલય અને જાહેર જાહેરાત પ્રણાલી ઉપલબ્ધ છે.
- સાબરમતી સ્ટેશન: નવનિર્મિત બિલ્ડિંગમાં 4થી 5 હજાર મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા, ટિકિટ કાઉન્ટર, અને અવરજવર સરળ રહે તે માટે અલગ પ્રવેશ અને નિકાસ દરવાજાની વ્યવસ્થા કરાઈ છે.
રેલવેની મુસાફરોને સલાહ
પશ્ચિમ રેલવેનો અમદાવાદ ડિવિઝન મુસાફરીનો અનુભવ સુખદ અને સુરક્ષિત બનાવવા માટે સલાહ
- બુકિંગ: IRCTC વેબસાઇટ અથવા એપ્લિકેશન પરથી અગાઉથી બુકિંગ કરાવો.
- વહેલા પહોંચો: ટ્રેન ઉપડવાના સમય પહેલાં વહેલા સ્ટેશન પર પહોંચો.
- સહકાર: સ્ટેશન પર નિર્ધારિત હોલ્ડિંગ એરિયાનો ઉપયોગ કરો અને સુરક્ષા કર્મીઓ તથા રેલવે કર્મચારીઓના માર્ગદર્શનનું પાલન કરો.
તબીબી ટીમો પણ 15થી 28 ઓક્ટોબર, 2025 દરમિયાન તૈનાત રાખવામાં આવી છે, જેથી આકસ્મિક સંજોગોમાં ત્વરિત સારવાર મળી શકે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
