જાણો તમારા ઉમેદવારને: અબડાસાથી ભાજપના છબીલભાઈ પટેલ
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમા અબડાસા સીટ પરથી ભાજપના છબીલભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. છબીલભાઈ પટેલ વિશે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ પુરજોશમાં તૈયારીઓ કરી રહી છે. વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 20 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં અબડાસા વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે છબીલભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. તો છબીલભાઈ પટેલ વિષે થોડુ જાણીએ. 55 વર્ષના છબીલભાઈ નો જન્મ કચ્છના નખત્રાણા તાલુકામાં થયો હતો. તેમના પિતાનું નામ નરનભાઈ પટેલ છે. છબીલભાઈ પટેલ 2012માં કોંગ્રેસની ટિકિટ પર અબડાસાની સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. પરંતુ તેમણે કોઈક કારણોસર થોડા સમય બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું. તે બાદ 2014માં તેઓ ભાજપની ટિકિટ પરથી ફરી ચૂંટણી લડ્યા. જો કે તેમની ઉપ-ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ સામે તેમની હાર થઈ હતી.

myneta.in પરથી મળતી માહિતી અનુસાર, છબીલભાઈ પટેલે ગુજરાત યૂનિવર્સિટીમાંથી બી.એ. અને એલ.એલ.બી.નો અભ્યાસ ધરાવે છે. તેમની પત્નીનું નામ નયનાબેન છે. તેઓ ગૃહીણી છે. તેમને બે પુત્રી અને પુત્ર છે. 2012ની વિધાસભા ચૂંટણીમાં તેમણે પોતાના મુખ્ય વ્યવસાય તરીકે ખેતી અને કંસ્ટ્રક્શન જણાવ્યું હતું. તેમની સંપત્તિની જો વાત કરવામાં આવે તો લગભગ 3 કરોડ જેટલી સંપત્તિ તેઓ ધરાવે છે. તેમના પર કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી નોંધાયો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
