કેન્દ્રની કરોડોની સહાય છતાં ગુજરાતને અસંતોષ : શક્તિસિંહ ગોહિલ

શક્તિસિંહ ગોહિલે અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે ગુરુવારે એક પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકારે અછતમાં મદદરૂપ થવા ગુજરાતને કરોડો રૂપિયા ફાળવ્યા હોવા છતાં ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારના પશુપાલકો, ખેડુતો, તથા આમ આદમીને ગુજરાતની ભાજપની સરકાર સહેજ પણ મદદરૂપ થવા માટે પ્રયત્ન કરતી નથી.
ભૂતકાળમાં જ્યારે અછત જાહેર થતી ત્યારે લોકોને ધેર ધેર ટેન્કર કે અન્ય વ્યવસ્થા કરીને પણ સરકારી ખર્ચે સરકાર પીવાનું પાણી પુરું પાડતી હતી. આ વર્ષે અછતગ્રસ્ત વિસ્તારના શહેરો હોય કે ગામડાઓ હોય લોકોએ વેચાતું પાણી લઈને પીવું પડે છે. લોકો દૂધ કરતા પાણીના રૂપિયા વધારે ચૂકવે છે. પરંતુ સરકાર પાણીની વ્યવસ્થા કરતી નથી.
જ્યારે જ્યારે અછત જાહેર થાય ત્યારે ગામે ગામ ઢોરવાડા શરૂ કરવાનું કામ સરકારી તંત્ર જ કરતું હતું આ વર્ષે મુંગા પશુઓ ધાસ અને પાણી વગર ટળવળીને મ્રુત્યુ પામ્યા છે. પરંતુ ક્યાય કોઈ પણ જગ્યાએ ઢોરવાડા (કેટલ કેમ્પ ) શરૂ કરવામાં આવ્યા નથી. આછતગ્રસ્ત વિસ્તારમાં જરૂરીયાતમંદ લોકોને રોકડ સહાય (કેશ ડોલ્સ ) તાત્કાલિક ચુકવવામાં આવતા હતા. કમનસીબે વર્તમાન સરકાર તરફથી ગરીબ માણસ માટે કોઈ જ વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી.
આ વર્ષે અછતગ્રસ્ત વિસ્તારમાં એક પણ કામ રાહતના ધોરણે શરૂ કરવામાં આવ્યું નથી. કેન્દ્ર સરકાર તરફથી કરોડો રૂપિયા પ્રાપ્ત થયા હોવા છતા ગુજરાતના અછતગ્રસ્ત લોકો માટે સરકાર તરફથી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. ખેડુતોના ખેતરમાં સરકારે 24 કલાક વિજળી પુરી પાડવી જોઈએ તેના બદલામાં ખેડુતોને જ 10 કલાક વિજડી મળતી હતી .તેમાં પણ કાપ મુવામાં આવ્યો છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
