ઇશરત કેસમાં CBIએ કહ્યું અમિત શાહે વણઝારા સાથે વાત કરી હતી

સીબીઆઇ માને છે કે ફોન કરનાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરો અને તે વખતના ઇન્ટેલીજન્સ બ્યુરોના વડા સાથે સતત સંપર્કમાં હતા. ગુજરાતના અગ્રણી અખબારોના અહેવાલ જણાવે છે કે ઇશરત જહાં સહિત ચારના એન્કાઉન્ટરના ગણતરીના કલાકો પહેલા અને પછી પૂર્વ ગૃહ રાજયમંત્રી અમિત શાહ અને એન્કાઉન્ટરને અંજામ આપનાર ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન ડીસીપી ડી જી વણઝારા વચ્ચે વારંવાર વાતચીત થઇ હતી.
સીબીઆઇના સૂત્રો કહે છે કે, અમિત શાહ અને ડી જી વણઝારા વચ્ચે અસામાન્ય સમયે વાતચીત થઇ હતી. શું વાતચીત થઇ હતી તે જાણવા અમે વણઝારાની પૂછપરછ કરી રહ્યા છીએ અને જરૂર પડયે અમિત શાહને પણ પૂછપરછ માટે બોલાવાશે. પૂર્વ આઇપીએસ ઓફિસર ડી.જી.વણઝારા, તેમના બોસ તત્કાલીન ડીજીપી પી.પી.પાંડે કે જેઓ હાલ અદ્રશ્ય છે તેઓ અને તે વખતના સેન્ટ્રલ આઇબીના ઓફિસર રાજેન્દ્રકુમારના ફોન કોલ રેકોર્ડસ દર્શાવે છે કે તેઓ બધા મુખ્યમંત્રી કાર્યાલયના કોઇ વ્યકિત સાથે સતત સંપર્કમાં હતા.
સીબીઆઇના સૂત્રો જણાવે છે કે ઇશરત જહાં અને અન્ય ત્રણના જે દિવસે મોત થયા તે 14 જૂન, 2004ના રોજ પણ તેઓ બધા વચ્ચે વાતચીત થઇ હતી. એન્કાઉન્ટર પહેલા અને પછી પાંડે અને રાજેન્દ્રકુમાર સીએમઓના ફોન કરનારના સંપર્કમાં હતા. સીબીઆઇ હવે એ જાણવા માંગે છે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કોણ આ બધાના સંપર્કમાં હતા. હાલમાં આ ઓપરેશનમાં કેટલાક રાજકારણીઓ, આઇબી અને ક્રાઇમ બ્રાન્ચના તત્કાલિન જેસીપી પી પી પાંડે તથા વણઝારાની ભૂમિકા હોય તેવું જણાય છે.
સીબીઆઇના સૂત્રોનું કહેવું છે કે એન્કાઉન્ટર સાથે સંકળાયેલા તમામ અધિકારીઓના જૂન 2004ના ફોનકોલ્સ ડિટેઇલ કઢાવ્યા છે. જેમાં એન્કાઉન્ટર પહેલા અને પછી અમિત શાહ અને વણઝારા વચ્ચે વાતચીત થયાનું જણાય છે. હાલ આ કોલ ડિટેઇલનું પૃથક્કરણ પણ કરવામાં આવી રહ્યુ છે જેમાં કેટલાક મોટા માથાઓની સંડોવણી પ્રકાશમાં આવે તેવી શકયતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
