ગુજરાતમાં પેટા ચૂંટણી માટેનું જાહેરનામુ આજે જાહેર
ગાંધીનગર, 20 ઓગસ્ટ : ગુજરાતમાં ફરી એકવાર કસોટી અને વર્ચસ્વ સાબિત કરવાની ઘડી આવી ચૂકી છે. આજે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની વડોદરા લોકસભા બેઠક અને રાજ્યની વિધાનસભાની નવ બેઠકો માટેની પેટાચૂંટણી માટેનુ જાહેરનામુ જાહેર કરાયું છે. આ સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન અને ભાજપના અગ્રણી નેતા આનંદીબેન પટેલ માટે કસોટીકાળ શરૂ થઇ ચૂક્યો છે. આ સંદર્ભમાં સૌ પ્રથમ ઉમેદવારોના નામ નક્કી કરવાની મથામણ શરૂ થઇ ચૂકી છે.
રાજ્યમાં પેટા ચૂંટણીનું જાહેરનામુ બહાર પડાતા જ ચૂંટણી પ્રકિયા વિધીવત રીતે શરૂઆત થઇ છે. આજથી શરૂ થયેલી ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 27 ઓગસ્ટ છે. 28 ઓગસ્ટે ઉમેદવારીપત્રની ચકાસણી થશે. કોઇ ઉમેદવાર પોતાનો નિર્ણય બદલે તો 30મી ઓગસ્ટ સુધીમાં ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકશે. ત્યાર બાદ ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલશે. આવતા મહિને 13 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે. ત્યાર બાદ 16મી સપ્ટેમ્બરના રોજ મતગણતરી યોજાશે. 19 સપ્ટેમ્બર પહેલા તમામ ચૂંટણી પ્રક્રિયાને પૂર્ણ કરી લેવામાં આવશે.

લોકસભા ચૂંટણી 2014માં વડોદરા અને વારાણસી બંને બેઠકો પરથી જંગી મતો સાથે જીત મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વડોદરા બેઠક ખાલી કરી હતી અને વારાણસીની બેઠક જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. આ કારણે વડોદરા બેઠક ખાલી પડી હતી અને તેના પર પેટા ચૂંટણી યોજાશે.
ગુજરાતમાં લોકસભાની એક અને વિધાનસભાની નવ બેઠકોની પેટાચૂંટણી એક જ દિવસ 13 સપ્ટેમ્બરે યોજાશે. ગુજરાત વિધાનસભાને જે બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તેમાં ડિસા, મણિનગર, ટંકારા, ખંભાળિયા, માંગરોળ, તળાજા, આણંદ, માતર અને લિમખેડા (એસટી) બેઠકનો સમાવેશ થાય છે.
ચૂંટણી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન મારફતે યોજશે. લોકસભાની એક અને વિધાનસભાની નવ બેઠકોની પેટાચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત થવાની સાથે જ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. સત્તાના પ્રથમ થોડાક મહિનામાં જ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે મહિલા સશક્તિકરણ, ટોયલેટના નિર્માણ સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા છે. નરેન્દ્ર મોદીના નેતળત્વ હેઠળ ભાજપે ગુજરાતમાં 2001 બાદથી સતત શાનદાર જીત મેળવી છે.
ભાજપને આશા છે કે લોકો પ્રથમ મહિલા મુખ્યમંત્રી હેઠળ પણ શાનદાર જીત મેળવશે. બીજી તરફ મોદી હવે ગુજરાતમાં નથી, જેથી પાર્ટીને ફરી બેઠી કરવા માટે કોંગ્રેસે કમર કસી લીધી છે. કોંગ્રેસના નેતાઓ આ પેટાચૂંટણીને ખુબ મહત્વપૂર્ણ ગણી રહ્યા છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલની સાથે ગુજરાતમાં નામશેષ થયેલી કોંગ્રેસ માટે આ ચૂંટણી પડકાર સમાન છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
