મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટેક મહિન્દ્રા તેમજ ફ્લૂર કોર્પોરેશનના અધ્યક્ષો સાથે સૌજન્ય મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ટેક મહિન્દ્રાના અધ્યક્ષ સી. પી. ગુરનાની તેમ જ ફ્લૂર કોર્પોરેશનના અધ્યક્ષ ડેવિડ ઈ. કોન્સ્ટેબલે ગાંધીનગર ખાતે લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને કંપનીના અધ્યક્ષોએ રાજ્ય સરકારની ગુજરાત IT/ITeS પોલિસી (૨૦૨૨-૨૭)ની પ્રશંસા કરી હતી. આ પોલિસી અંતર્ગત બંને કંપનીઓએ રાજ્ય સરકાર સાથે કરેલા એમ.ઓ.યુ. અને તે મુજબની કામગીરીનો ચિતાર મુખ્યમંત્રીને આપ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ગુજરાત IT/ITeS પોલિસી ૨૦૨૨-૨૭ની સફળતાને પરિણામે ટેક મહિન્દ્રા કંપનીએ અમેરિકન મલ્ટીનેશનલ કંપની ફ્લૂર કોર્પોરેશનના સહયોગથી અમદાવાદમાં 'સેન્ટર ઓફ એક્સલન્સ ઓન ડીજીટલાઇઝેશન' ૨૩ મે ૨૦૨૩ના રોજ શરૂ કર્યું છે.
મુખ્યમંત્રીએ બંને કંપનીની કાર્યરીતિની પ્રશંસા કરતા કહ્યું કે, રાજ્ય સરકાર અને ટેક મહિન્દ્રા વચ્ચે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર થયાના ૬ મહિનાની અંદર જ આ સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરવામાં આવ્યું છે, તે બંને કંપનીની ગુજરાતના આઈટી સેક્ટરમાં વિશેષ યોગદાન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મુખ્યમંત્રીએ કંપની અધ્યક્ષોને જણાવ્યું કે, રાજ્ય સરકાર બંને કંપનીઓને IT/ITeS પોલિસી અંતર્ગત જરૂરી તમામ સહકાર આગળ પણ પૂરો પાડશે. ટેક મહિન્દ્રાના એમડી અને સીઇઓ સી. પી. ગુરનાનીએ જણાવ્યું હતું કે, રાજ્યની નવી આઇટી પોલિસી પાથ બ્રેકિંગ છે. દેશ-વિદેશની અગ્રણી IT કંપનીઓ ગુજરાતમાં તેમની કામગીરી શરૂ કરવા માગે છે.
ફ્લુર કોર્પોરેશનના ચેરમેન અને સીઇઓ ડેવિડ ઇ કોન્સ્ટેબલે જણાવ્યું કે, સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે ગુજરાત રાજ્ય તરફથી સંપૂર્ણ સહયોગ મળેલ છે. નવી આઇટી પોલિસીએ આઇટી ઉદ્યોગજગતમાં વ્યાપક આકર્ષણ ઊભું કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, IT/ ITeS નીતિને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે; આ પોલિસી અંતર્ગત અત્યાર સુધીમાં ૨૯૦૦૦ નવી નોકરીઓ પૂરી પાડવા માટે વિવિધ કંપનીઓએ રાજ્ય સરકાર સાથે ૧૭ જેટલા MoUs પર હસ્તાક્ષર કર્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયા મિશન અને 'આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે 'ગુજરાત IT/ITeS પોલિસી' (૨૦૨૨-૨૭) લોન્ચ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
