બોટાદના હડદડ ઘર્ષણ કેસમાં રાજુ કરપડા સહિત 21 ખેડૂતોને જેલમાં મોકલાયા
બોટાદ જિલ્લાના હડદડ ગામે તાજેતરમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણનો મામલો વધુ ગરમાયો છે. આ ઘટનામાં સંડોવાયેલા આમ આદમી પાર્ટી (AAP)ના અગ્રણી નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત કુલ 21 ખેડૂતોને કોર્ટે ભાવનગર જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.

બોટાદના હડદડ ગામે ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ સાથે થયેલા સંઘર્ષના મામલે કુલ 85 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ પૈકી અત્યાર સુધીમાં કુલ 68 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાંથી 21 ખેડૂતોના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા, જે આજે પૂર્ણ થયા હતા.
રિમાન્ડ પૂર્ણ થતાં બોટાદ પોલીસ દ્વારા તમામ 21 ખેડૂતોને જજના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યા હતા. આ રજૂઆત બાદ જજ દ્વારા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના તમામ 21 લોકોને ભાવનગર જેલમાં મોકલી આપવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.
આ ઘટનાથી બોટાદ સહિત રાજ્યના રાજકારણમાં ચર્ચા વધી છે. વિપક્ષ આ મામલે સરકાર પર દમનનો આરોપ લગાવી રહ્યો છે, જ્યારે પોલીસ તંત્ર કાયદાકીય કાર્યવાહીના ભાગ રૂપે પગલાં લઈ રહ્યું હોવાનું જણાવી રહ્યું છે. આ કેસમાં આગામી સમયમાં કેવા વળાંકો આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
