ગુજરાતઃ એક જ પરિવારના 6 લોકોની લાશો મળી, હત્યા કે આત્મહત્યા? તપાસમાં લાગી પોલિસ
ગુજરાતમાં અમદાવાદથી સનસનીખેજ સમાચાર મળ્યા છે. અહીં એક જ પરિવારના 6 લોકોની લાશો મળી આવી છે.
ગુજરાતમાં અમદાવાદથી સનસનીખેજ સમાચાર મળ્યા છે. અહીં એક જ પરિવારના 6 લોકોની લાશો મળી આવી છે. સૂચના મળતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલિસ તપાસમાં લાગી છે કે આ બધાની હત્યા થઈ કે આત્મહત્યા. જણાવાઈ રહ્યુ છે કે તેમાંથી 4 તો બાળકો છે જ્યારે 2 વયસ્ક છે. એક વૃદ્ધના જણાવ્યા અનુસાર બધાએ આત્મહત્યા કરી છે. વૃદ્ધે પોલિસ સામે આ દાવો કર્યો છે.

ઘરના મુખ્ય માણસે બધાને મારીને આત્યહત્યા કરી લીધી?
આ પહેલા પણ પૂણેમાં ચાર લોકોની લાશો મળી હતી. તે કેસ પણ સામૂહિત આત્મહત્યાનો હતો. જેમાં પતિ-પત્ની અને બે બાળકોની લાશો મળી હતી. એ કેસમાં પણ આર્થિક તંગીનો હવાલો આપવામાં આવ્યો હતો. પૂણેના કેસમાં પોલિસે શંકા વ્યક્ત કરી હતી કે ઘરના મુખ્ય માણસે જ બધાની હત્યા કરીને ખુદ આત્મહત્યા કરી દીધી. એ રીતેની શંકા અમદાવાદના આ કેસમાં વ્યક્ત કરવામાં આવી રહી છે.
મધ્ય પ્રદેશના અશોકનગરમાં પણ આવુ થયુ હતુ
આ પહેલા મધ્ય પ્રદેશના અશોકનગર જિલ્લાના બાંસખેડી ગામ નિવાસી 21 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લીધી હતી. તેનુ નામ રાજકુમાર હતુ, જેણે ગળે ફાંસો ખાઈને જીવ આપી દીધો હતો. બાદમાં દરવાજો તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યાંથી જિલ્લાની હોસ્પિટલે તેને મૃત ઘોષિત કરી દીધો. પછી પોસ્ટમોર્ટમ બાદ શબને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી.












Click it and Unblock the Notifications
