ભાજપ 1 ઓક્ટોબરથી 'ગુજરાત ગૌરવ યાત્રા' ની શરૂઆત કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે ગુજરાત ભાજપની તૈયારીઓ શરૂ. આગામી ઓક્ટોબર માસથી સમગ્ર ગુજરાતમાં તેઓ 'ગુજરાત ગૌરવ યાત્રા યોજશે'. આ અંગે વધુ વાંચો અહીં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ વિવિધ ચૂંટણીલક્ષી કાર્યકમો કરી રહી છે તેને અનુલક્ષીને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આગામી સમયમાં યોજાનાર 'ગુજરાત ગૌરવ યાત્રા'ના કાર્યોક્રમની જાહેર કરી હતી. 'ગુજરાત ગૌરવ યાત્રા' વિશે વાત કરતા જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, આ યાત્રા બે વિભાગોમાં વહેચાયેલી રહેશે. જેમાં એકનું નેતૃત્વ તેઓ કરશે અને બીજાનું નેતૃત્વ નીતિન પટેલ કરશે. ગૌરવ યાત્રાનું સમાપન અમદાવાદ ખાતે 16 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

ભાજપની બૃહદ પ્રદેશ કારોબારીની બેઠક પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી અને નિર્મલા સીતારામન હાજર રહ્યા હતા. આ બૃહદ કારોબારી બેઠકમાં 3 પ્રસ્તાવ મંજૂર થયા હતા. આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ મહત્વની ઘોષણાઓ કરી હતી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આગામી 1 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી 'ગુજરાત ગૌરવ યાત્રા' યોજાશે. જેનું પ્રસ્થાન અમિત શાહના હસ્તે કરાવશે. 45 વિધાનસભામાં ફરનારી આ યાત્રા 4599 કિ.મી.ને આવરી લેશે. આ યાત્રાનું સમાપન 16મી ઓક્ટોબરે PM મોદીની ઉપસ્થિતિમાં થશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
