ભાજપ કાર્યકરો પાસેથી 10 કરોડનું આજીવન સહયોગ ફંડ ઉઘરાવશે
અમદાવાદ, 23 સપ્ટેમ્બર : લોકસભાની ચૂંટણીના ઢોલ નગારાં વાગી ચૂક્યાં છે. ભાજપ અને એનડીએ તરફથી નરેન્દ્ર મોદી તો કોંગ્રેસ અને યુપીએ તરફથી રાહુલ ગાંધી વચ્ચે વડા પ્રધાનપદ માટેની સીધેસીધી ટક્કર થવાના સંકોતો પણ મળી ગયા છે. મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીનો જંગ ભારે રસપ્રદ નિવડવાનો હોઈ લોકોમાં પણ લોકસભાની ચૂંટણીજંગને લઇને ભારોભાર ઉત્સુક્તા જોવા મળે છે.
આવા માહોલમાં ભાજપે રાજ્યભરના પોતાના કાર્યકરોને પક્ષની નીતિ રીતિ સાથે વધુ મજબૂતીથી સાંકળવા માટે આજીવન સહયોગ નિધિ પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું છે. ભાજપ આજીવન સહયોગ નિધિ દ્વારા એક લાખ કાર્યકરો આશરે રૂપિયા 10 કરોડનું ભંડોળ ભેગું કરશે. આ ઉપરાંત કાર્યકરોમાં લોકસભાની ચૂંટણીજંગ માટે તન મન ધનનું યોગદાન આપવાનો જોમ જુસ્સો ઊભો કરીને એક કાંકરે બે પક્ષી મારશે.

આ અંગે ગુજરાત પ્રદેશ ભાજપનાં સૂત્રો કહે છે કે હવે લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં પ્રદેશ હાઇ કમાન્ડના આજીવન સહયોગ નિધિ દ્વારા રાજ્યભરમાં મોટી સંખ્યામાં ફેલાયેલા કાર્યકરો અને તેમના પરિવારોને પક્ષની વિચારધારા પક્ષના કાર્યક્રમો સાથે વધુ નિકટતાના સંબંધ કેળવવા અને સહયોગ આપવા પ્રેરવા માગે છે, જેના કારણે પક્ષ દ્વારા આજીવન સહયોગ નિધિ ફક્ત કાર્યકરો પાસેથી જ લેવામાં આવશે અને તે પણ પૂર્ણપણે સ્વૈચ્છિક હશે.
આજીવન સહયોગ નિધિ એકત્ર કરવા માટેની તૈયારીઓ આરંભાઈ ગઈ છે. પક્ષના જિલ્લા પ્રમુખો, વોર્ડ પ્રમુખોને આજીવન સહયોગ નિધિનું સાહિત્ય અપાઈ રહ્યું છે. આજકાલમાં હવે કોર્પોરેટરોને આ સાહિત્ય આપવામાં આવશે અને આજીવન સહયોગ નિધિની એક ઝુંબેશ એક અઠવાડિયા સુધી ચાલશે. અગાઉ ભાજપે ધનસંગ્રહ કાર્યક્રમ દ્વારા એકલા અમદાવાદમાંથી રૂપિયા 6 કરોડ એકઠા કર્યા હતા. તે વખતે વેપારીઓ, બિલ્ડરો વગેરે સમાજના વિભિન્ન વર્ગો પાસેથી ધન મેળવાયું હતું.
આ સમગ્ર કાર્યક્રમ આગામી તારીખ 25 સપ્ટેમ્બર દિનદયાળ જયંતિથી રાજ્યભરમાં અમલમાં મુકાશે અને આ નિધિ આગામી તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી લેવામાં આવશે. આજીવન સહયોગ નિધિ માટેના કોર્પોરેટરો, જિલ્લા-વોર્ડ પ્રમુખો - મહામંત્રીઓને 'લક્ષ્યાંક' પણ આપી દેવાયા છે. રૂપિયા એક હજારનો એક એવો ત્રીસ સહયોગ નિધિ કોર્પોરેટરે અને સંગઠનના પદાધિકારીઓએ વીસ સહયોગ નિધિ મેળવવો પડશે. જે કાર્યકર અને તેનો પરિવાર આજીવન સહયોગ નિધિ પેટે રૂપિયા એક હજાર પક્ષમાં જમા કરાવશે તેને એક વર્ષ સુધી પક્ષની વિચારધારા દર્શાવતાં કમળ સંદેશ અને મનોગત મેગેઝિન ભેટ રૂપે અપાશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
