તોડકાંડમાં નામ આવતા ભાજપે બક્ષીપંચ મોર્ચના કારોબારી સભ્ય જી.કે પ્રજાપતિને કર્યા સસ્પેન્ડ
પૂર્વ આઇપીએસ અધિકારીને મહિલાનો ઉપયોગ કરીને તોડ કરવાના ષડયંત્રને અમદાવાદ એટીએસ દ્વારા ખુલુ પાડવામાં આવ્યુ હતુ જેમા બે પત્રકારો સહિત એક ભાજપના નેતાનું નામ પણ સામે આવ્યુ હતુ.
પૂર્વ નિવૃત આઇપીએસ અધિકારી પાસેથી તોડ કરવાના કાંડમાં ધરપકડ કરાયેલા ભાજપના નેતાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય જી.કે પ્રજાપતિને અયોગ્ય કામગીરી કરવા બદલ આ કડક કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ નિવૃત આપીએસ અધિકારીને બદનાક મકરીને તેમની પાસેથી તોડકાંડકમાં નામ આવતા ભાજપે આ કાર્યવાહી કરી છે. તેની સાથા બે કથિત પત્રકારોનો પણ સમાવેશ થાય છે. આ લોકો દ્વારા એક મહિલાની આડમાં ખોટી એફિડેવીટ બનાવડાવીને પૂર્વ આઇપીએસ અધિકારીને ફસાવી દેવાનું ષડયંત્ર ઘડ્યુ હતુ. જેનો પડદાફાસ અમદાવાદ એટીએસ દ્વારા કરવામાં આવ્યો છે.
જી.કે પ્રજાપતિ શંકરસિંહ વાઘેલા સાથે 1990 મા તેમની સાથે રાજપામાં જાોડાયા હતા. શંકરસિહ વાઘેલાએ તેમને પછાત વર્ગ માટેના બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તી કર્યા હતા. બાપુ કોગ્રેસમાં જોડાતા તેઓ ફરી ભાજમાં પરત ફર્યા હતા. છેલ્લા કેટલા સમયથી ભાજપમાં તેઓ પ્રદેશ ઓબીસી મોર્ચાનના કારોબારી સહિતના અનેક જવાબદારી સંભાળી રહ્યા છે. જેના લીધે તે સરકાર અને સંગઠનમાં અનેક પદાધિકારીઓ સાથે ધરોબો ધરાવતા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
