બિટકોઈન ખંડણી કેસમાં BJP ના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દોષી, 14ને આજીવન કેદની સજા
સુરતના બિટકોઈન ખંડણી કેસમાં ચૂકાદો આવ્યો છે. અમદાવાદ સેશન્સ કોર્ટે ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત કુલ 14 આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે.
આ કેસમાં અમરેલીના તત્કાલીન એસ.પી. જગદીશ પટેલ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ના પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલનો પણ સમાવેશ થાય છે.

આ ઘટના વર્ષ 2018ની છે, જ્યારે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી બિટકોઈનની ખંડણી માંગવામાં આવી હતી. શૈલેષ ભટ્ટે એક ફાઇનાન્સ કંપનીમાં બિટકોઈનનું રોકાણ કર્યું હતું.
જો કે તેમના પૈસા ડૂબી ગયા હતા. આથી તેમણે કંપનીના માલિકો અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માંગવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ આ કેસમાં અમરેલી LCBના તત્કાલીન પીઆઈ અનંત પટેલની ટીમ મેદાનમાં આવી અને સરકારી વાહનોનો ઉપયોગ કરીને બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કર્યું અને ગાંધીનગર નજીક લઈ જઈને તેમની પાસેથી 9 કરોડની કિંમતના 176 બિટકોઈન ટ્રાન્સફર કરાવ્યા હતા.
આ સમગ્ર ખંડણીકાંડમાં તત્કાલીન ધારાસભ્ય નલિન કોટડિયાની પણ સંડોવણી બહાર આવી હતી. હવે લાંબી કાનૂની લડાઈ બાદ કોર્ટે તમામ આરોપીઓને સજા સંભળાવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
