ભાજપે ગુજરાતના વધુ 3 સાંસદોની ટિકિટ કાપી, નવા ચહેરાઓને તક
ભાજપે ગુજરાતના વધુ 3 સાંસદોની ટિકિટ કાપી, નવા ચહેરાઓને તક
ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી નજીક હોય બધી જ પાર્ટીઓએ પોતપોતાના ઉમેદવારોની જાહેરાત કરવાનું ચાલુ કરી દીધું છે. પરંતુ ભાજપે આ વખતે પોતાના ઉમેદવારોની યાદીમાં કેટલાય સાંસદોને ઝાટકો આપ્યો છે. કુલ 8 જેટલા સાંસદોને ભાજપે આ વખતે પડતા મૂક્યા છે અને તેમની જગ્યાએ નવા ચહેરાઓને મોકો આપવામાં આવ્યો છે. રવિવારે ગુજરાતની અન્ય 4 લોકસભા સીટ માટે ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાંથી 3 સિટિંગ સાંસદોનાં પત્તાં કપાયાં છે.

રવિવારે જાહેર કરાયેલ યાદીમાં ભાજપે પાટણના સાંસદ લીલાધર વાઘેલાને પડતા મૂકી પૂર્વ પાર્લામેન્ટ્રી સેક્ટ્રેટરી ભરતસિંહ ડાભીની ટિકિટ આપી છે. આ સીટ પર તેઓની ટક્કર કોંગ્રેસના જગ્દીશ ઠાકોર સામે થશે. બંને પાર્ટીએ પાટણ સીટ ઠાકોર ઉમેદવારોને ઉતાર્યા છે. જ્યારે છોટાઉદેપુરથી ભાજપે સાંસદ રામસિંહ રાઠવાને પડતા મૂકી ગીતાબેન રાઠવાને ટિકિટ આપી છે અને આણંદ સીટ પરથી દિલિપભાઈ પટેલને પડતા મૂકિ મિતેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. ચર્ચા હતી કે જૂનાગઢથી રાજેશભાઈ ચૂડાસમાને પડતા મૂકવામાં આવી શકે છે પરંતુ ભાજપે રાજેશભાઈ ચૂડાસમાને જૂનાગઢથી રિપિટ કર્યા છે. ઉપરાંત તાલાળા વિધાનસભા સીટની પેટાચૂંટણી માટે ભાજપે જસાભાઈ બારડનું નામ જાહેર કર્યું છે.
આ પણ વાંચો- સત્તામાં આવ્યા પછી આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપીશુ: રાહુલ ગાંધી
જણાવી દઈએ કે ગુજરાતની 26 સીટમાંથી 23 સીટ માટે ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જેમાંથી 8 સિટિંગ સાંસદોને પડતા મૂકી ભાજપે નવા ચહેરાને તક આપી છે. જ્યારે કોંગ્રેસે હજુ 13 સીટ પર જ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જૂનાગઢમાં રાજેશભાઈ ચૂડાસમાની સામે કોંગ્રેસના પુંજાભાઈ વંશ ચૂંટણી લડી રહ્યા છે. જણાવી દઈએ કે પૂંજાભાઈ વંશ કોંગ્રેસના ઉનાથી ધારાસભ્ય છે. બંને પાર્ટીના ઉમેદવારો કોળી સમાજના છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
