Bird Flu: સુરેન્દ્રનગરમાં મૃત પક્ષીઓ મળી આવ્યા, તંત્રમાં દોડધામ
કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશમાં હવે વધુ એક આફતે દસ્તક આપી દીધી છે. પાછલા એક અઠવાડિયા દરમ્યાન રાજસ્થાન, કેરળ, હિમાચલ પ્રદેશ અને હરિયાણા સહિત કેટલાય રાજ્યોમાં બર્ડ ફ્લૂના મામલા મળ્યા બાદ હડકંપ મચી ગયો છે. આ રાજ્યોમાં સતત
કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશમાં હવે વધુ એક આફતે દસ્તક આપી દીધી છે. પાછલા એક અઠવાડિયા દરમ્યાન રાજસ્થાન, કેરળ, હિમાચલ પ્રદેશ અને હરિયાણા સહિત કેટલાય રાજ્યોમાં બર્ડ ફ્લૂના મામલા મળ્યા બાદ હડકંપ મચી ગયો છે. આ રાજ્યોમાં સતત મોટી સંખ્યામાં પક્ષીઓનાં મોત થઈ રહ્યાં છે જે બાદ કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી ગઈ છે અને રાજ્ય સરકારોને (H5N1 Avian Flu)નું સંક્રમણ રોકવા માટે જે કંઈપણ જરૂરી પગલાં હોય, તે તાત્કાલિક ઉઠાવવા કહ્યું છે. સરકારે રાજ્યોને જાહેર કરેલ દિશા નિર્દેશમાં કહ્યું છે કે પક્ષીઓની આ બીમારી માનવ શરીર અથવા બીજાં જાનવરોમાં ફેલાવવાથી ગંભીર હાલાત પેદા થઈ શકે છે, માટે આ દિશામાં તરત પ્રભાવી ઉપાય કરવામાં આવે.

દેશભરમાં બર્ડ ફ્લુની દહેશત ચાલી રહી છે. બર્ડ ફ્લુની અસર કેરળમાં વધારે જોવામાં આવી રહી છે. આ સાથે ગુજરાતમાં પણ બર્ડ ફ્લુના એંધાણ આવી રહ્યાં છે. સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકાના ઓળક ગામની સીમમાંથી મૃત હાલતમાં પક્ષીઓ મળી આવ્યા છે. ઓળક ગામની સીમમાં આવેલ ખેતરમાં થી એક સાથે મૃત હાલતમાં 8 માદા મોર અને 1 તેતર સહીત 9 પક્ષીઓ મળી આવ્યા હતા. ગ્રામજનોએ આ અંગે વનવિભાગની ટીમને જાણ કરતા ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વન વિભાગની ટીમે મૃત પક્ષીઓનો કબજો લઇ પોસ્ટ મોટર્મ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થી પક્ષી પ્રેમી સહીત ગ્રામજનોમા રોષની લાગણી ફેલાઇ હતી.
આ પણ વાંચો: હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિત કેટલાય રાજ્યોમાં બર્ડ ફ્લૂનો પ્રકોપ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
