અમદાવાદમાં છરાબાજીનો આતંકઃ ગુજરાતમાં ચૂંટણી માહોલ ડહોળવાનો પ્રયાસ?

માહિતી અનુસાર, સીટીએમ ચાર રસ્તા નજીકની અમીઅખંડઆનંદ સોસાયટી પાસે રવિવારે રાતના સવા બાર વાગ્યે કાળા રંગની બાઇક પર આવેલા અને કાળા રંગનાં વસ્ત્રો પહેરેલા બન્ને યુવકોએ તમે અહીં શા માટે ઉભા છો તેમ કહી કાળીદાસ પટેલ અને અંબાલાલ પટેલ છરી વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ બાઇકને આગળ લઇને અન્ય ત્રણ યુવકો પાસે જઇ એક યુવકને છરી મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ નિવડ્યા હતા. થોડેક આગળ જઇને તેમણે મંગેશ કારવાણી નામના યુવકને રોકી તેની બાઇક પાછળ બેસેલા યુવકને છરી મારી હતી.
સીટીએમ પાસે આતંક મચાવ્યા બાદ બંને યુવકો અમરાઇવાડી જોગેશ્વરીપાર્ક તરફગયા હતા જ્યાં ભીમાસા બાકલેને તથા તેજેન્દ્રપાર્કના નાકા પાસે જસ્મીન બારોટને પણ છરી મારી હતી. સીટીએમથી અમરાઇવાડી સુધીના રસ્તા પર એક સાથે પાંચ વ્યક્તિઓ પર એક જ પદ્ધતિથી હુમલો થતા ભારે નાસભાગ મચી ગઇ હતી. હુમલાનો ભોગ બનનાર તમામને સારવાર માટે એલજી હોસ્પિટલ લવાયા હતા જ્યાં અંબાલાલ પટેલને તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે નાકાબંધી ગોઠવી છે પરંતુ બાઇક પર આવેલા હુમલાખોરોનો ભાળ મળી નથી. હાલ તપાસ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં 13 અને 17 તારીખ એમ બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી થઇ રહી છે, હાલ ગુજરાતમાં શાંતિનો માહોલ છે, ત્યારે વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ પ્રકારે કારણ વગર જ લોકો પર હુમલો કરીને શહેરનું વાતાવરણ બગાડી ચૂંટણી માહોલની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચારેકોર થવા માંડી છે. જો કે, ઉક્ત બન્ને યુવકોએ શા માટે આવી હરકત કરી તે તો તેઓ પકડાશે ત્યાર પછી જ જાણી શકાશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
