AAPમાં મોટું ગાબડું, 15 પૂર્વ હોદ્દેદારો સહિત 200 કાર્યકર્તાઓના કેસરિયા
આમ આદમી પાર્ટીના મંત્રીના હિંદુ વિરોધી શપથ ગ્રહણનો વીડિયો વાયરલ થતા આમ આદમી પાર્ટીથી નારાજ AAPના 15 પૂર્વ હોદ્દેદારો સહિત 200 કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
આમ આદમી પાર્ટીના મંત્રીના હિંદુ વિરોધી શપથ ગ્રહણનો વીડિયો વાયરલ થતા આમ આદમી પાર્ટીથી નારાજ AAPના 15 પૂર્વ હોદ્દેદારો સહિત 200 કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. હજૂ તો ચૂંટણીની તારીખ નક્કી થાય એ પહેલાં જ ગુજરાતમાં પક્ષ પલટાની મોસમ પણ શરૂ થઇ ગઇ છે, ત્યારે ચૂંટણી પહેલાં જામનગર AAPમાં મોટું ગાબડું પડ્યું છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં એક બાદ રાજકીય પક્ષમાં રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે. ક્યારેક AAPમાંથી કોઇ ભાજપમાં જોડાય છે, તો કોઇ કોંગ્રેસમાં તો ક્યારેક કોઇ કોંગ્રેસમાંથી ભાજપમાં કે AAPમાં જોડાય છે, તો ક્યારેક ભાજપમાંથી કોઇ AAPમાં અથવા તો કોંગ્રેસમાં જોડાય છે. ગુજરાતમાં વધુ એક વખત ચૂંટણી પહેલા જામનગર AAPમાં મોટું ગાબડું પડ્યું છે.
રાજ્યમાં ચૂંટણીને હવે વધુ સમય નથી રહ્યો, ત્યારે આ ચૂંટણીની જાહેરાત પહેલાં જ જામનગર AAPમાં મોટું ગાબડું પડી ગયું છે. આમ આદમી પાર્ટીથી નારાજ AAPના 15 જેટલા પૂર્વ હોદ્દેદારો અને 200 કાર્યકર્તાઓએ 9 ઓકટોબરના રોજ કેસરિયો ધારણ કરી લીધો છે.
જામનગર શહેરના અટલ ભવન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મૂંગરા સહિત સંગઠનના સભ્યોએ કેસરિયો ખેસ પહેરાવીને AAPના કાર્યકર્તાઓને ભાજપમાં આવકાર્યા છે. અટલ ભવન ખાતે જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં પૂર્વ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિધિવત રીતે ભગવો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાયા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
