મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, જાણો શું ચર્ચા થઈ?
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ આગામી વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંગે ચર્ચા કરી અને સાથે જ તાજેતરમાં જાહેર થયેલા GST સુધારાઓ માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર આ મુલાકાત વિશે માહિતી આપતા જણાવ્યું કે, નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને મળવાનો એક ખૂબ જ આનંદદાયક અવસર મળ્યો. મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દ્વારા ગુજરાત રોકાણકારો માટે સૌથી પસંદગીનું રોકાણ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, આ સફળતાથી પ્રેરાઈને અને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ગુજરાતના વિવિધ ઝોન માટે વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરશે. આ સંદર્ભે મને વડાપ્રધાનનું અમૂલ્ય માર્ગદર્શન મળ્યું.
વધુમાં મુખ્યમંત્રીએ GST દરોમાં ઘટાડાના નિર્ણય બદલ વડાપ્રધાનનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, ગુજરાતના તમામ નાગરિકો વતી હું કેન્દ્ર સરકારના GST દરોમાં નોંધપાત્ર ઘટાડો કરવાના નિર્ણય બદલ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરું છું. આ નિર્ણયથી દેશભરના કરોડો લોકોને તેમના દૈનિક ઘરખર્ચમાં બચત થશે અને તેઓ વધુ આરામદાયક જીવન જીવી શકશે.
ઉલ્લેખનીય છે કે, નાણા મંત્રીની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં 12% અને 28% ના GST સ્લેબ નાબૂદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ બદલાયેલા દરો 22 સપ્ટેમ્બરની અમલમાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
