વર્લ્ડ બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ સાથે ભૂપેન્દ્ર પટેલની બેઠક
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વર્લ્ડ બેન્કના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ સાથે ગાંધીનગરમાં બેઠક યોજી હતી. વર્લ્ડ બેન્કના ડાયરેક્ટર્સનું આ ડેલિગેશન ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે આવેલું છે. વર્લ્ડબેન્કના એક્ઝીક્યુટીવ ડિરેક્ટર અને ડેલિગેશનના સિનિયર મેમ્બર શ્રી પરમેશ્વરન ઐયરે આ મુલાકાતનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો.
ગુજરાતે દેશના ગ્રોથ એન્જિન તરીકેની ખ્યાતિ મેળવીને ડેવલપમેન્ટના જે બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યો છે તેનાથી આ ડેલિગેશનના સભ્યો પ્રભાવિત થયા છે એમ શ્રી પરમેશ્વરન ઐયરે સ્પષ્ટ પણે જણાવ્યું હતું. ભારતને G20ની પ્રેસીડેન્સી મળેલી છે ત્યારે ભારતની વિકાસયાત્રાના સિમાચિહ્નોથી વર્લ્ડબેન્કના સભ્યો સુપેરે પરિચિત થાય તેવો આ પ્રવાસ-મુલાકાતનો હેતુ છે.

આ ડેલિગેશનના સભ્ય શ્રીયુત રોબિન ટસ્કરે ગુજરાત ગ્રીન ગ્રોથ દ્વરા ગ્રીન-ક્લીન એનર્જી ઉત્પાદન અને પર્યાવરણ પ્રિય વિકાસ સાથે હોલિસ્ટીક ડેવલપમેન્ટ કરી રહ્યું છે તેની પ્રશંસા કરી હતી.
વર્લ્ડબેન્ક ડેલિગેશનના શ્રીયુત રોબિન ટસ્કર અને અર્નેસ્ટો એકવાડોએ ગુજરાતમાં 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારાની ઉપયોગીતા તથા IIT જેવી ઈન્સ્ટીટ્યુટના વિકાસમાં ફાળા અંગે જાણવામાં ઉત્સુકતા દાખવી હતી. ભૂપેન્દ્ર પટેલે આ અંગે કહ્યું કે, ગુજરાત આ સ્ટ્રેટેજિક કોસ્ટલાઈન સાથે દેશના કાર્ગો હેન્ડલીંગમાં 30 ટકાનું યોગદાન આપે છે.
એટલું જ નહિ, ફાર્માસ્યુટીકલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, ડાયમન્ડસનું એક્સ્પોર્ટ પણ રાજ્યના પોર્ટસ પરથી થાય છે અને દેશની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર ગુજરાત બન્યું છે. ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં હાઈએન્ડ સ્કીલ્ડ મેનપાવર ઉપલબ્ધ કરાવવામાં IIT જેવી સંસ્થાનું મહત્વનું પ્રદાન છે તેમ પણ આ તકે જણાવ્યું હતું.
આ ડેલિગેશન મહારાષ્ટ્રનો પ્રવાસ પૂર્ણ કરી ગુજરાત આવ્યું છે અને ત્યારબાદ ઉત્તરપ્રદેશની મુલાકાતે જવાનું છે. વર્લ્ડ બેંકનું આ ડેલિગેશનના ૧૨ જેટલા સભ્યો તો વિશ્વના ૧૦૦ દેશોને રિપ્રેઝન્ટ કરે છે.
આ ડેલીગેશન સાબરમતી રિવરફ્રન્ટ, કો-ઓપરેટિવ સેક્ટરની રોલ મોડલ આણંદની અમુલ ડેરીની પ્રત્યક્ષ મુલાકાત બાદ અને ગિફ્ટ સિટીની તથા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત પૂર્વે ભુપેન્દ્ર પટેલને મળ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની નાણા વ્યવસ્થાપન સ્થિતિની આ ડેલિગેશન સમક્ષ ભૂમિકા આપતા કહ્યું કે, છેલ્લા દાયકામાં ગુજરાતે ૧૨% થી વધુનો ઊંચો વૃદ્ધિદર હાંસલ કર્યો છે.

વિશ્વના દેશોની આર્થિક સ્થિતિ અને વિકાસને કોરોના મહામારીએ માઠી અસર કરી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં ગુજરાત વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ સાથે અગ્રેસર રહ્યું છે. દેશના વિકાસમાં ગ્રોથ એન્જિન બનેલા ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ, એગ્રીકલ્ચર અને સર્વિસ સેક્ટર ત્રણેય એકબીજાના પૂરક બનીને સર્વાંગી આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
રાજ્યના વિકાસને વધુ ગતિ આપવા આ વર્ષના બજેટમાં પાંચ સેક્ટરને પ્રાયોરિટી આપવામાં આવી છે તેની પણ વિસ્તૃત વિગતો આપી હતી. ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, ગરીબ અને જરૂરતમંદ વર્ગોને પાયાની સુવિધા સાથે સામાજિક સુરક્ષા આપી વિકાસ યાત્રામાં સહભાગી બનાવવાની નેમ છે.
આ ઉપરાંત હ્યુમન રિસોર્સ ડેવલોપમેન્ટ, વર્લ્ડકલાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને સર્વિસ સેક્ટરમાં ખાનગી રોકાણોને પ્રોત્સાહનથી નવી રોજગારીની નવી તકોનું સર્જન અને પર્યાવરણ જાળવણી માટે ગ્રીન ગ્રોથ પણ રાજ્ય સરકારની પ્રાથમિકતામાં છે.
વર્લ્ડ બેંક ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ અને 2011ના ભૂકંપ પછીના પુન:નિર્માણમાં ભાગીદાર બની રહી છે તે માટે ભુપેન્દ્ર પટેલે આભારની લાગણી દર્શાવી હતી.
ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના લોંગ ટર્મ અને ફ્યુચરિસ્ટિક ડેવલોપમેન્ટ માટે વર્લ્ડ બેન્ક સાથે નોલેજ પાર્ટનરશીપ માટેની અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અધિક મુખ્યસચિવ પંકજ જોષી, નાણાં વિભાગના અધિક મુખ્યસચિવ જે.પી.ગુપ્તા સહિતના વરિષ્ઠ સચિવો આ બેઠકમાં જોડાયા હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
