ભરૂચ કલેક્ટરના હસ્તે નેત્રંગ તાલુકાના વિકાસ માટે ૨૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી
ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના જીન કંમ્પાઉન્ડ ખાતે ઉજવાયો હતો. આ પ્રસંગે પોલીસ પરેડની વિવિધ ટુકડીઓએ જિલ્લા કલેકટરનું અભિવાદન કર્યુ.

પ્રજાસત્તાક પર્વની નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું કે, પ્રજાસત્તાક પર્વના આ પાવન દિને નેત્રંગની આ ધન્ય એવી ધરા ઉપર અનેક નામી- અનામી સ્વાતંત્ર વીરોના ચરણોમાં વંદન કરીને જિલ્લાના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ આજના આ શુભ પ્રસંગે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ તેમજ દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને પણ સુમન અર્પણ કર્યા હતા.
તેમણે કહ્યું કે, વર્ષોથી ગુલામ રહેલ દેશ સર્વભૌમ સમાજવાદી બિન સાંપ્રદાયિક લોકતંત્ર પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત થયો ત્યારે આ મહાન દેશના લોકો આ દિવસે ગુલામી તથા રૈયતમાંથી નાગરિક બન્યા અને તેઓને બંધારણ થકી સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, સાથે વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા,પ્રતિષ્ઠા અને તકની સમાનતા પ્રાપ્ત થઇ છે.
સ્વાતંત્ર્ય દિન આપણા સ્વાતંત્ર્ય વીરોના આપણા દેશ માટે આપેલા બલિદાનને તથા તેમના સપનાઓને યાદ કરવાનો દિવસ છે. સ્વતંત્ર વિરોના આઝાદ ભારતના સ્વપ્નનું ભારત એટલે એવુ ભારત જ્યાં નાગરિકો માટે સમાનતા, ન્યાય, સ્વાતંત્રતા અને બંધુતા હોઇ, બનાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી અને આજે આપણે ગર્વથી કહી શકીએ કે ભારતના બંધારણે આ તમામ સ્વપ્ન પુર્તિ કરવા માટે વ્યવસ્થા આપી છે. આજે ૭૫ વર્ષની અંદર વિશ્વના અન્ય દેશો માટે આપણા દેશને આદર્શ દેશ તરીકે સ્થાપિત કર્યો છે.
તેમણે કહ્યું કે, ગ્રોથ એન્જિનનું હબ ભરૂચ, ભાંગ્યું ભાંગ્યું ભરૂચ થી ભવ્યાતિ ભવ્ય ભરૂચનું આપણાં સૌના સપના સાકાર થશે. આમ વિકસિત ભરૂચના ધ્યેય થકી વિકસિત ભારત નિર્માણ માટે ભરૂચ જિલ્લાવાસીઓ પણ રાષ્ટ્રનિર્માણમાં સક્રિય ભૂમિકા પુરી પાડી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
