ગુજરાતમાં શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન, વિજેતાને 5 લાખનું ઇનામ મળશે
અમદાવાદ સહિત ગુજરાતના ચાર મહાનગરોમાં ગણેશોત્સવને ખાસ બનાવવા માટે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત કલાને પ્રોત્સાહન આપવાનો છે.

આ સ્પર્ધા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરો તેમજ રાજ્યના બાકીના ૨૯ જિલ્લાઓમાં અલગ-અલગ યોજાશે.
મહાનગરો માટે : દરેક મહાનગરમાંથી શ્રેષ્ઠ ૩ ગણેશ પંડાલોની પસંદગી કરવામાં આવશે.
- પ્રથમ ઇનામ : ૫,૦૦,૦૦૦
- દ્વિતીય ઇનામ : ૩,૦૦,૦૦૦
- તૃતીય ઇનામ : ૧,૫૦,૦૦૦
જિલ્લાઓ માટે: ૨૯ જિલ્લાઓમાંથી પણ શ્રેષ્ઠ ૩ પંડાલ અને ૫ પ્રોત્સાહન ઇનામ માટે પસંદ કરવામાં આવશે.
- પ્રથમ ઇનામ : ૫,૦૦,૦૦૦
- દ્વિતીય ઇનામ : ૩,૦૦,૦૦૦
- તૃતીય ઇનામ : ૧,૫૦,૦૦૦
- ૫ પ્રોત્સાહન ઇનામ : દરેકને ૧,૦૦,૦૦૦
આ સ્પર્ધા માટે એક ખાસ મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવી છે. મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનર અને અન્ય જિલ્લાઓમાં કલેક્ટર આ સમિતિના અધ્યક્ષ રહેશે.
પંડાલનું મૂલ્યાંકન નીચેના માપદંડો પર થશે.
- પંડાલનું શણગાર
- સામાજિક સંદેશ
- ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા
- દેશભક્તિને પ્રોત્સાહન આપતી 'ઓપરેશન સિંદૂર' જેવી થીમ
- સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ
- ટ્રાફિક કે લોકોને અડચણ ન થાય તે રીતે સ્થળની પસંદગી
- સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી
- ગણેશ પંડાલ દ્વારા થતી અન્ય પ્રવૃત્તિઓ
જિલ્લા સ્તરે પસંદ થયેલા પંડાલોની વિગતો રાજ્ય કક્ષાએ મોકલવામાં આવશે, જ્યાં તેમાંથી શ્રેષ્ઠ પંડાલોને પુરસ્કાર માટે પસંદ કરવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ગણેશ પંડાલના આયોજકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાંથી નિયત ફોર્મ મેળવવાનું રહેશે. અમદાવાદ માટે આ ફોર્મ રવિશંકર રાવળ કલા ભવન પ્રથમ માળ એલિસબ્રિજ લો ગાર્ડન ખાતે ઉપલબ્ધ છે.
ભરેલું ફોર્મ ૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં કચેરીના સમય દરમિયાન જમા કરાવવું ફરજિયાત છે. વધુ માહિતી માટે તમે ૯૪૦૯૬૦૫૨૯૭ અથવા ૯૯૦૯૫૫૧૦૩૧ પર સંપર્ક કરી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
