Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ડાંગ જિલ્લામાં ઝરમર વરસાદ વચ્ચે સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલ 2021 ની શરૂઆત

દેશ અને રાજ્યમાં વરસાદની ચાલી રહી છે. વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતની વનરાજીઓ રમણીય બની જાય છે. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ગુજરાતનું અગ્રગણ્ય પ્રવાસન સ્થળ છે.

દેશ અને રાજ્યમાં વરસાદની ચાલી રહી છે. વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતની વનરાજીઓ રમણીય બની જાય છે. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ગુજરાતનું અગ્રગણ્ય પ્રવાસન સ્થળ છે. ચોમાસુ આવતા જ પ્રવાસીઓ વરસાદનો આનંદ લેવા માટે સાપુતારા પહોંચી જાય છે. સરકાર પણ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે વિવિધ આયોજનો કરે છે ત્યારે સરકારે મોન્સૂન ફેસ્ટિવલ 2021 નો પ્રારંભ કરાવ્યો છે.

Monsoon Festival 2021

કોરોનાને કારણે 2020 માં રાજ્ય સરકાર દ્વારા આયોજીત થતો મોન્સૂન મહોત્સવ મૌકુફ રાખવામાં આવ્યો હતો. આ વર્ષે બીજી વહેર થમી જતા રાજ્ય સરકારને પ્રવાસન વિભાગે મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કર્યુ છે. પ્રવાસનમંત્રી જવાહર ચાવડાએ મોન્સૂન ફેસ્ટિવલ પ્રવાસીઓ માટે ખુલ્લો મુક્યો હતો. મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યુ છે. પ્રવાસીઓ કોરોના ગાઈડલાઈન સાથે મહોત્સવનો લાભ લઈ શકશે.

સરકાર દ્વારા કોરોનાને ખતરાને જોતા સર્પગંગા તળાવના કિનારે મોટા ડોમ બાંધી ખુલ્લામાં આયોજન કરાયુ છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય એ રીતે અને ખુલ્લામાં 150 લોકો બેસીને સાંસ્કૃતિ કાર્યક્રમ માણી શકશે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે. 150 થી વધારે લોકો પ્રવેશ કરી શકશે નહીં. આ ઉપરાંત પ્રવાસીઓએ ફરજીયાત માસ્ક સાથે આવવાનું રહેશે. બીજી તરફ સ્થાનિક લોકોને રોજગારી મળે તે હેતુંથી હસ્તકલા બજાર ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં ગ્રામીણ લોકોએ બનાવેલી વસ્તુઓનું વેચાણ થશે.

ઉલ્લેખનિય છે કે 10 વર્ષથી સાપુતારા ખાતે પ્રવાસનને વેગ મળે અને સ્થાનિકોને રોજગારી મળે તે હેતુથી મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 2020માં કોરોના કારણે આ મહોત્સવ સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે સ્થિતી સામાન્ય થતા પ્રવાસન વિભાગ દ્વારા ફરીથી આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં ચોમાસુ જામતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X