બનાસકાંઠાના વાઘોર ગ્રામ પંચાયત ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત લાભાર્થીઓને લાભ અપાયા
બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા તાલુકાના વાઘોર ગ્રામ પંચાયત ખાતે " વિકસિત ભારત સંકલ્પ યાત્રા " અંતર્ગત લાભાર્થીઓને લાભ અપાયા

12 આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરાયા: 280 લોકોએ વિકસિત ભારતના સંકલ્પ લીધા
બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ દાંતીવાડા તાલુકામાં ફરી રહ્યો છે.
જેના ભાગરૂપે દાંતીવાડા તાલુકાના વાઘોર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ રથ દ્વારા સરકારે આદિજાતિ વિસ્તારોમાં લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારની સિદ્ધિઓ-ઉપલબ્ધીઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રથ દ્વારા ગામમાં કુલ 280 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. જેમાં 12 લાભાર્થીઓના નવા આયુષ્યમાન કાર્ડ રજીસ્ટ્રશન અને 12 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા હતા. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના 1 લાભાર્થીને નવા કનેક્શન અપાયા હતા. આ ઉપરાંત ટી. બી. સ્ક્રીનીંગ 13 દર્દીઓને સ્ક્રીનીંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 280 જનરલ લાભાર્થીઓ સહિત 280 લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે નટુભાઈ ચૌધરી ,વક્તાભાઈ પુરોહિત ,મદનસિંહ તેમજ ગામના તલાટી, સરપંચ, ગ્રામસેવક , આચાર્ય, કર્મચારીઓએ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
