દલિત નેતા જીજ્ઞેશ મેવાણીનું આપમાંથી રાજીનામું
[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

દલિત નેતા જીજ્ઞેશ મેવાણીનું આપમાંથી રાજીનામું
દલિતો માટે લડત ચલાવી રહેલા જીજ્ઞેશ મેવાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું. મેવાણીને રાજકીય પાર્ટીનો સપોર્ટ હોવાનો વિવાદ શરૂ થતાં રાજીનામું આપી દીધું હતું. તેણે રાજકીય કેરિયર કરતાં પણ વધુ અધિકારીઓની લડાઇનું વધુ મહત્વ હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ભારે વરસાદની ચેતવણી વચ્ચે આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઝાપટાં પડ્યાં હતાં. આજે શહેરના લગભગ તમામ ભાગોમાં વરસાદ થયો હતો. હવામાન ખાતા દ્વારા આગામી 48 કલાક સુધી ઉત્તર ગુજરાત, પૂર્વ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

સ્ટિંગ કરી કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચારી કર્મીની પોલ ખોલી
અમદાવાદ મ્યુનિ.ના ઉત્તર ઝોનના ટેન્ડર કૌભાંડની પોલ ખોલતો વીડિયો વાઇરલ થયો. જેમાં ક્લાર્ક પોતે મળતિયા કોન્ટ્રાક્ટરના ટેન્ડરના ભાવ જાતે ભરતો હોવાનું સ્વીકાર કરે છે. આ મામલે ક્લાર્ક બિપીન ગજ્જર સહિત બે કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે.

ફ્લાઇટ લેન્ડિંગ સમયે કૂતરું આડે આવ્યું
શુક્રવારે સુરત એરપોર્ટ પર વિમાન લેન્ડિંગના સમયે એક કૂતરુ આડે આવી ગયું હતું. દિલ્હી-સુરતની ફ્લાઈટ એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી ત્યારે જ રનવે પર કૂતરુ આવી ગયુ હતું. જેને પગલે દુર્ઘટના માંડ માંડ ટળી હતી.

પાલનપુરઃ મેડીકલ કોલેજના ડોક્ટરનું અપહરણ
મોડી સાંજે પાટણથી ડીસા તરફ આવી રહેલા ધારપુર મેડીકલ કોલેજના ડોક્ટરનું અપહરણ થયું. ડીસા તાલુકાના આસેડા ગામ નજીકથી ગત મોડી સાંજે પાટણથી ડીસા તરફ આવી રહેલા ધારપુર મેડીકલ કોલેજના ડોક્ટરનું ડૉ. રાજેશ મહેતાએ બુમાબુમ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
