જાણો તમારા ઉમેદવારને: ગઢડાથી ભાજપના આત્મારામભાઈ પરમાર
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગઢડાની સીટ પરથી ભાજપના આત્મારામ પરમારને ટિકિટ આપવામાં આવી છે. આત્મારામ પરમાર વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ગઢડાની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે આત્મારામ પરમારની પસંદગી કરવામાં આવી છે. તો આત્મારામ પરમાર વિષે થોડુ જાણીએ. આત્મારામભાઈનો જન્મ 28 નવેમ્બર, 1952ના રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સદોજમાં થયો હતો. આતમારામભાઈના પિતાનું નામ મકનભાઈ લાલજીભાઈ પરમાર છે. આત્મારામભાઈએ એમ.એ. અને એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ સૌ પ્રથમ 1993માં થયેલ વિધાનસભાની ઉપચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા અને જીત્યા હતા.

ગઢડા વિધાનસભા સીટ એસ.સી. માટે આરક્ષિત છે. વર્ષ 2007 અને 2012 બંન્ને વિધાનસભાની ચૂંટણીમાં આત્મારામાભાઈ અહી વિજેતા બન્યા હતા. વર્ષ 2012ની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના પ્રવીણભાઈ મારૂને 64,053 મતોથી હાર આપી હતી. હાલ આત્મારામભાઈ અહીના ધારાસભ્ય છે. myneta. in પરથી મળતી માહિતી અનુસાર તેમને બે પુત્ર છે. તેમની પત્નીનું નામ મધુબેન છે. તેમનો મુખ્ય વ્યવસાય વકીલ અને ખેતી કરવાનો છે. તેમના પર કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી નોંધાયો. તેમની સંપત્તિની વાત કરવામાં આવે તો તેમની પાસે લગભગ 1.5 કરોડની સંપત્તિ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
