અમદાવાદઃ સાબરમતીમાં કરાશે અટલજીના અસ્થિનું વિસર્જન
ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટના રોજ સારવાર દરમિયાન નિધન થયું હતું. જણાવી દઈએ કે યૂરિન ઈન્ફેક્શન થવાના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. સારવાર દરમિયાન જ અટલજીએ અંતિમ શ્વાસ લીધા. સાબરમતી નદીમાં અટલજીના અસ્થિનું વિસર્જન કરવામાં આવશે. અટલજીના અસ્થિ ગુજરાત લાવવામાં આવ્યાં છે.

જીતુ વાઘાણી લાવ્યા અસ્થિ
ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દિલ્હીથી અસ્થિ કળશ ગુજરાત લાવ્યા છે. હાલ શહેરના વિવિધ વિસ્તારોમાંથી કળશ યાત્રા નીકળી રહી છે, જેમાં કેટલાય લોકો જો઼ડાયા છે. જણાવી દઈએ કે 16 ઓગસ્ટના રોજ અટલજીનું નિધન થયું હતું. દિલ્હીના સ્મૃતિ સ્થળ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જૂના સંઘ કાર્યાલય ખાડિયાથી કળશ યાત્રા નીકળી છે.

અટલજી અમર રહોના નારા લાગ્યા
યાત્રા દરમિયાન અટલજી અમર રહોના લોકો નારા લગાવી રહ્યા છે. આ કળશ યાત્રામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નિતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા છે. અટલજીના અસ્થિ દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી કળશ યાત્રા નીકળી રહી છે. જણાવી દઈએ કે ગુજરાતની 6 નદીઓમાં અટલજીના અસ્થિનું વિસર્જન કરવામાં આવશે.

કળશ યાત્રા
ગોલવાડ-ખાડિયાથી યાત્રાનું પ્રસ્થાન થયું જે રાયપુર ચકલા, રાયપુર દરવાજા, ઢાળની પોળ, મ્યુનિસિપલ કોર્પોરેશન, ખમાસા, લોકમાન્ય તિલક ગાર્ડન થઈને સાબરમતી રિવર્ફ્રન્ટ સુધી આવશે જ્યાં અસ્થિનું વિસર્જન કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
