અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને લોન સહાય આપતી “ ડૉ આંબેડકર વિદેશ અભ્યાસ લોન” યોજના
અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ કે તેથી ઉ૫રના તમામ અભ્યાસક્રમો માટે વિદેશ અભ્યાસ કરી પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે " ડૉ આંબેડકર વિદેશ અભ્યાસ લોન" તેમજ "કોમર્શિયલ પાયલોટ તાલીમ" યોજના કાર્યરત છે. આ યોજના થકી તેમને નજીવા દરે લોન સહાય આપવામાં આવે છે. આજે ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી મતી ભાનુબેન બાબરીયા તથા રાજ્યકક્ષાના મંત્રી ભિખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં ૧૦૯ જેટલા વિદેશ જનાર વિદ્યાર્થીઓને અભ્યાસમાં થતા ખર્ચને પહોંચી વળવા રૂ.૧૬ કરોડ ૪૫ લાખની લોન સહાયનું વિતરણ ઓનલાઈન વિદ્યાર્થીઓના ખાતામાં DBT મારફતે જમા કરવામાં આવ્યું હતું.

મંત્રીએ જણાવ્યું હતું કે, વંચિતોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. અનુસૂચિત જાતિઓના વિકાસનું સર્વસ્પર્શી અસરકારક આયોજન રાજ્ય સરકારે કર્યું છે ત્યારે તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓનું ભણતર પૈસાના કારણે ના અટકે તેનું પુરતું ધ્યાન રાજ્ય સરકાર રાખી રહી છે. જે હેતુથી " ડૉ આંબેડકર વિદેશ અભ્યાસ લોન" તેમજ "કોમર્શિયલ પાયલોટ તાલીમ" યોજના અંતર્ગત અનુક્રમે રૂ.૧૫.૦૦ લાખ તેમજ રૂ.૨૫.૦૦ લાખની લોન નજીવા દરે આપવામાં આવે છે. આ યોજનાનો મહત્તમ લાભ લઇને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી બનાવવા મંત્રીએ અનુરોધ કરી તેઓ ઉચ્ચ કારર્કિર્દી મેળવે તે બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.
મંત્રીએ ઉચ્ચ અભ્યાસ અર્થે જનાર વિદ્યાર્થી તથા વાલીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન વાલીઓએ જણાવ્યું હતું કે, આ યોજના થકી અનુસૂચિત જાતિઓના અનેક વિદ્યાર્થીઓના વિદેશ જવાના તથા પાયલોટ બનવાના સપના સાકાર થયા છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાથી લઈને તેમના ખાતામાં પૈસા આવવા સુધીની સમગ્ર પ્રક્રિયા સંપુર્ણ પારદર્શીતાથી કરવામાં આવે છે. જેના થકી સામાન્ય આવક ધરાવતા પરિવારના દિકરા-દિકરીઓ પણ વિદેશ જવાનું તથા પાયલટ બનવાનું સપનું જોઈ રહ્યા છે. આંગણવાડીથી લઇને અવકાશ સુધી જવાનુ સપનું ભારતની દિકરીઓ જોઇ રહી છે જેને "કોમર્શિયલ પાયલોટ તાલીમ" યોજનાના લાભાર્થી હનીબેન કોઠાવાલા ખરા અર્થમાં સાર્થક કરી રહ્યા છે તે બદલ તેમના પિતાએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના નિયામક રચિત રાજ, સંયુક્ત નિયામક આર.બી.ખેર સહિત ખાતાના અન્ય ઉચ્ચ અધિકારીઓ, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
